ઉમર સરકતી જાય છે, ભળવાનું રાખ, કાલે ઉડી જઈશ, હળવા મળવાનું રાખ. સુખની શોધમાં બાહર ભટક્યા,બહુ! હવે ભીતર તરફ થોડું વળવાનું રાખ. અજાણી જગ્યાએ અથડાઈ ના જાય ! નજરો ને થોડી પાછી વાળવાનું રાખ. અજ્ઞાનના અંધકાર વ્યાપી જાય તે પહેલાં, જાત જલાવી ને પણ જળહળવાનું રાખ. ઋણ, છોડતું નથી કોઈ ને, સાતભવ સુધી ! ચૂકવી દે હમણાજ, એમાંથી નીકળવાનું રાખ. કોરો ધાકોર રહીશ તો કોઈ નહિ ઓળખે ? ભાવનામાં ભીંજા, ને થોડું પલળવાનું રાખ. આંસુ ઓ ફાડી નાખશે દીવાલો હૈયાની ! પોતાના મળે તો ખંભે ખળખળવાનું રાખ. છોડી ને ગયા, ત્યાંજ સ્થિર ઊભા છે,પથ્થર ! લાગણીના પ્રવાહમાં હદય ને પીગળવાનું રાખ. અંતિમ દર્શને પણ ભલે કોઈ આવે કે ના આવે? 'મિત્ર' આંખો ખોલી અંગત ને ઓળખવાનું રાખ. ©RK #RK