Nojoto: Largest Storytelling Platform

પંખીઓ ઊડે કલરવ કરતાં, મધુર સુરીલા ગીત ગાતા, મનને ત

પંખીઓ ઊડે કલરવ કરતાં,
મધુર સુરીલા ગીત ગાતા,
મનને તે હિંડોળે ચડાવતા,
આવી એક સુંદર સવાર!

મનુષ્યોના કોલાહલ સાથે,
મંદિર ના ઘંટારવ સાથે,
પનિહારીઓના પદનાદ સાથે,
આવી એક સુંદર સવાર!

રાત્રીના અંધકારને ચીરીને આવી,
સૂર્ય ના પ્રકાશિત કિરણો લાવી,
સાથે મનોહર દૃશ્યો પણ આવી,
આવી એક સુંદર સવાર!

રાતના અધૂરા સપનાં પૂરા કરી,
પથારીમાં બેઠી, આળસ મરડતી,
સૂર્ય ને જોઈને નમન કરતી,
આવી એક સુંદર સવાર!

- ઝરણા દાયમા✍️ #Morning #Nojoto #story #writing #Poetry
પંખીઓ ઊડે કલરવ કરતાં,
મધુર સુરીલા ગીત ગાતા,
મનને તે હિંડોળે ચડાવતા,
આવી એક સુંદર સવાર!

મનુષ્યોના કોલાહલ સાથે,
મંદિર ના ઘંટારવ સાથે,
પનિહારીઓના પદનાદ સાથે,
આવી એક સુંદર સવાર!

રાત્રીના અંધકારને ચીરીને આવી,
સૂર્ય ના પ્રકાશિત કિરણો લાવી,
સાથે મનોહર દૃશ્યો પણ આવી,
આવી એક સુંદર સવાર!

રાતના અધૂરા સપનાં પૂરા કરી,
પથારીમાં બેઠી, આળસ મરડતી,
સૂર્ય ને જોઈને નમન કરતી,
આવી એક સુંદર સવાર!

- ઝરણા દાયમા✍️ #Morning #Nojoto #story #writing #Poetry