કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ. કચ્છજે ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસેકે સાચવીંધલ કચ્છજી ખડ઼તલ અને ખમીરવંતી પ્રજા, ડેશ અને પરડેશમેં વસધલ સવાયા કચ્છી ભા, ભેણેકે અજ આષાઢી બીજ અને કચ્છી નયેં વરેંજે પાવન અવસર તેં લખ લખ વધાઇયું. #kutchnewyear