Nojoto: Largest Storytelling Platform

શું લખું એમના વિશે આજ મારી કલમ અટકી પડે, લખતા

શું  લખું એમના  વિશે  આજ  મારી કલમ અટકી  પડે,
લખતા શીખવાડ્યું જેણે એના માટે ગઝલ લખવી પડે.

આજે  હું  જે  કઈ  પણ છું એમાં છાપ છે એમની જ,
લખવા  બેસીશ  એમના  માટે તો શબ્દો પણ ખૂટી પડે.

છે એક પ્રશ્ન માધવ તને,કેમ બોલાવી લે સારા માણસને,
સુવાસ  પ્રસરાવતા  ફુલોના  જ  શ્વાસ કેમ બટકી પડે?

જ્યારે  જ્યારે  ઘેરાઉં મુસીબતોથી તો યાદ આવો તમે,
તમે કહ્યું તું,"તું તારો સારથી જ્યારે વિપદા આવી પડે."

-કુંજદીપ. #teacher #Respect