Nojoto: Largest Storytelling Platform

શબ્દે શબ્દે લાગણીઓ છલકાય છે, અધુરી વાતે કોઈ આ

શબ્દે શબ્દે લાગણીઓ છલકાય છે,     
અધુરી વાતે કોઈ આજે પણ દુભાય છે.
સમય ક્યાં હતો મુજને સાંભળવાનો,   
        અર્થ સમજવા એનો આજે પણ ભટકાય છે.
    અંધારી રાહમાં હાથ પકડ્યો'તો મે ક્યારેક, 
  એજ રાહમાં તે આજે ક્યાંક ભટકાય છે.
 જિંદગીની તે સ્વર્ણ પળો હતી, એ વાત 
કદાચ એને આજે સમજાય છે.          
દોષ કોને દેવો એની મથામણ છે,        
  કે પછી સાચેજ એ નસીબની વાત છે.   
 પ્રયત્ન મારા પુરા હતા એનો સંતોષ છે, 
           કે પછી વ્યથા મારા હ્રદયની, એને ખોવાનો છે! 
  સઘળું વિચારવાનો ક્યા કોઈ મતલબ છે,
           કે પછી, "સ્પર્શ" અમસ્થુજ  મનને મનાવવું છે?

©Kishan Rathod(સ્પર્શ) Emotions overflow

#Ring
શબ્દે શબ્દે લાગણીઓ છલકાય છે,     
અધુરી વાતે કોઈ આજે પણ દુભાય છે.
સમય ક્યાં હતો મુજને સાંભળવાનો,   
        અર્થ સમજવા એનો આજે પણ ભટકાય છે.
    અંધારી રાહમાં હાથ પકડ્યો'તો મે ક્યારેક, 
  એજ રાહમાં તે આજે ક્યાંક ભટકાય છે.
 જિંદગીની તે સ્વર્ણ પળો હતી, એ વાત 
કદાચ એને આજે સમજાય છે.          
દોષ કોને દેવો એની મથામણ છે,        
  કે પછી સાચેજ એ નસીબની વાત છે.   
 પ્રયત્ન મારા પુરા હતા એનો સંતોષ છે, 
           કે પછી વ્યથા મારા હ્રદયની, એને ખોવાનો છે! 
  સઘળું વિચારવાનો ક્યા કોઈ મતલબ છે,
           કે પછી, "સ્પર્શ" અમસ્થુજ  મનને મનાવવું છે?

©Kishan Rathod(સ્પર્શ) Emotions overflow

#Ring