Nojoto: Largest Storytelling Platform

કે જામ્યો લાગણીનો વૌઠા કેરો રંગોથી ભરપૂર કેવો મેળો

કે જામ્યો લાગણીનો વૌઠા કેરો રંગોથી ભરપૂર કેવો મેળો !
આંખના પટથી વિશાળ તટ પર શોધી શકુ ના એનો છેડો

માનવ કેરૂ મહેરામણ ઉમટ્યું ઘોડાપુર થઈ જંગમ
પવિત્ર સપ્ત નદીની ધારાનો અહીં થાય અનોખો સંગમ
(સાબરમતી,હાથમતી,મેશ્વો,માઝુમ,ખારી, વાત્રક,શેઢી) 

ખાણી પીણી ભરપૂર છે ને ઠેર-ઠેર શેરડીના છે ઠેલાં
નાના મોટા બાળ વડીલ વૃદ્ધ સૌ ખાય થઇને ઘેલા

ચુકુળ-ચુકુળ ચગડોળ ચાલે ને આભને તાળી દેતી હોળી
ભરી-ભરી ખુશીઓની લાવે સૌ કોઈ મીઠી જોળી

ઠેર-ઠેર ઉમંગ ઘણા ને રાશભ તણા બહુ ટોળા
વ્યાપાર એનો કરવા આવે દૂર ગામ ઠામથી છોરા

ગલી-ગલીમાં પાલ બાંધી ઉભરાયા ચોરા ને અહીં ચૌઠા
જ્યાં થાય આપ લે ખુશીઓની આવી અચૂક નિહાળો વૌઠા 
જામ્યો લાગણીનો મેળો આવી અચૂક નિહાળો વૌઠા

©સુજલ પટેલ #vautha #sujal #sujalpatelwriter
#WritersSpecial