Nojoto: Largest Storytelling Platform
sujalpatel9136
  • 132Stories
  • 177Followers
  • 1.1KLove
    0Views

સુજલ પટેલ

Author of matrubharti Gujarati and Story mirror of india

  • Popular
  • Latest
  • Video
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

કે જામ્યો લાગણીનો વૌઠા કેરો રંગોથી ભરપૂર કેવો મેળો !
આંખના પટથી વિશાળ તટ પર શોધી શકુ ના એનો છેડો

માનવ કેરૂ મહેરામણ ઉમટ્યું ઘોડાપુર થઈ જંગમ
પવિત્ર સપ્ત નદીની ધારાનો અહીં થાય અનોખો સંગમ
(સાબરમતી,હાથમતી,મેશ્વો,માઝુમ,ખારી, વાત્રક,શેઢી) 

ખાણી પીણી ભરપૂર છે ને ઠેર-ઠેર શેરડીના છે ઠેલાં
નાના મોટા બાળ વડીલ વૃદ્ધ સૌ ખાય થઇને ઘેલા

ચુકુળ-ચુકુળ ચગડોળ ચાલે ને આભને તાળી દેતી હોળી
ભરી-ભરી ખુશીઓની લાવે સૌ કોઈ મીઠી જોળી

ઠેર-ઠેર ઉમંગ ઘણા ને રાશભ તણા બહુ ટોળા
વ્યાપાર એનો કરવા આવે દૂર ગામ ઠામથી છોરા

ગલી-ગલીમાં પાલ બાંધી ઉભરાયા ચોરા ને અહીં ચૌઠા
જ્યાં થાય આપ લે ખુશીઓની આવી અચૂક નિહાળો વૌઠા 
જામ્યો લાગણીનો મેળો આવી અચૂક નિહાળો વૌઠા

©સુજલ પટેલ #vautha #sujal #sujalpatelwriter
#WritersSpecial
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

ashahshahshahshahshahahshahs

©સુજલ પટેલ #MothersDay
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

gshshhshhsjsnsn

©સુજલ પટેલ #Labourday
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

ઉંવેઉર્દૂરુરુરૃઉર્દૂ

©સુજલ પટેલ #WritersSpecial
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

સર્જનહાર કહું તો સમગ્ર 
ધરા જેના પર નભે છે
કરુણાધાર કહું તો 
જગતનો થાક જેના ખભે છે

જેનો ખોળો દુનિયાનું 
એકમાત્ર પ્રવેશદ્વાર છે
દેવો પણ જાણે છે કે 
માં વિના ક્યાં ઉદ્ધાર છે  

લક્ષ્મી અને વિદ્યાનો 
જેના ચરણોમાં વાસ છે
જેના વિના નિરાધાર ને 
આંધળો આ જગનો આભાસ છે

પ્રેમનો જે પર્યાય અને 
વ્હાલની જ્યાં વણઝાર છે
"નારી તું નારાયણી" તને 
વંદન કોટી કોટી હજાર છે

©સુજલ પટેલ #international_womens_day
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

જીંદગી એક મંચ ને વેશ દીધા ઝાઝા
ભજવું કયો વેશ? હવે એણે મૂકી માઝા

જીંદગીમાં ભજવું ક્યારેક સુખનું પાત્ર તો
ભજવું ક્યારેક દુઃખનું પાત્ર
ક્યારેક માથે મીંડાની મહેર 
તો ક્યારેક મળે નહીં અહીં કાનો માત્ર

ભવૈયો હું એક ને પાત્રો દીધા ઝાઝા
ભજવું કયો વેશ? હવે એણે મૂકી માઝા

જીંદગીને ભજવું ક્યારેક હસતા હસતા તો
ભજવું ક્યારેક રડતા રડતા
જવાબદારીના અહીં અગણિત મહોરા
ખતમ થાય નહીં મરતા મરતા

કઠપૂતળી હું એક ને ખેલ દીધા ઝાઝા
ભજવું કયો વેશ? હવે એણે મૂકી માઝા

©સુજલ પટેલ #Life 

#MessageToTheWorld
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

ભાઈ બહેન,
લાગણીઓનું વહેણ
દૂર રહેતું પણ સાથે વહેતું,
દરિયાને અથડાઈ કહેતું
સબંધ અમારો રામસેતુ

- સુ "જલ"

©સુ "જલ" #Bhaidooj
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

કણ વાવે ને મણ લાવે,ખેડુત ધાન તણો આધાર
જગત પાંગળું તાત વિના,એ તો સર્વત્ર અન્ન તણો દાતાર

ભલે કદર ન હોય આજે તેની પણ...

તાત વિના કોણ વાવશે ને કોણ લણશે અહીં ફાલ
તાત વિના કોણ ઠારશે સૌની જઠરાગ્નિને અહીં કાલ

©સુ "જલ" #farmersprotest
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

થાકી ગયા છે સ્મશાન ગૃહ અને,
ઉભરાઈ રહ્યા છે ઘાટ અહીં અસ્થિથી

લાગે છે ઉતરી રહ્યો છે માનવ,
 હવે ખુદ કુદરતની રહેમ દ્રષ્ટિથી

- સુ "જલ"

©સુ "જલ" #corona 
#Lockdown_2
97b7b693a3f199dc926b12b730eb562b

સુજલ પટેલ

કે પૂછી લેજો એ બાપને કે જેણે જીંદગીને નજદીકથી જોઈ છે ખબર પડશે 
કે કેટલી હાડમારીઓ હોય છે ત્યાં પહોંચવામાં

- સુ "જલ"

©સુ "જલ" 
  #father

#MomentOfTime
loader
Home
Explore
Events
Notification
Profile