Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી દરવાજો બંધ થશે ને શોર શાંત થશે, દીવાલો

#જીવનડાયરી
દરવાજો બંધ થશે ને શોર શાંત થશે,
દીવાલો જોવા લાગી કે જોર શાંત થશે,

ઉભું થયેલું તોફાન પણ ક્ષણમાં શમી જશે,
સગાં વ્હાલા આપણા સર્વે વિસરાઈ જશે,

દુઃખ માં નોહતા સાથે તે ઊંચકીને લઈ જશે,
અગ્નિદાહ પહેલાં ચા-પાણી કે નાસ્તો થશે,

લોખંડના માળખામાં અંદર ધકેલી એકલો,
ધુમાડા ચીમનીના જોવાના ને દોર શાંત થશે,

દરવાજો બંધ થશે ને શોર શાંત થશે,
દીવાલો જોવા લાગી કે જોર શાંત થશે,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  માણસ આજીવન ભાગી શકે અને નત નવા વેશ બદલી શકે પરંતુ અંતિમ સમય તો એક જ હશે.
.
.
.
.
.
.
#જીવનડાયરી #વિસામો #અંતિમ #life #end

માણસ આજીવન ભાગી શકે અને નત નવા વેશ બદલી શકે પરંતુ અંતિમ સમય તો એક જ હશે. . . . . . . #જીવનડાયરી #વિસામો #અંતિમ life #End

112 Views