Nojoto: Largest Storytelling Platform

ના કોઈનાં ભાવમાં રહેવું, ના કોઈનાં અભાવમાં રહેવું

ના કોઈનાં ભાવમાં રહેવું, 
ના કોઈનાં અભાવમાં રહેવું,
આપણે બસ આપણાં સ્વભાવમાં રહેવું!
જે સ્વભાવમાં હોય એ જ હંમેશા કરવું. સ્વભાવ વિરુદ્ધ જઈને કરવામાં આવેલ દરેક કાર્યમાં અસંતોષ અને નકારાત્મકતા જ જોવા મળે. એ કાર્ય અસફળ જ થવાનું. સ્વભાવ પ્રમાણે વર્તવાથી સફળતા જરૂર મળે છે એ પણ આનંદ અને સંતોષ સાથે! લોકો શું કહેશે? સમાજ શું વિચારશે? આ દુનિયા મને કેવો મૂલવશે? આ બધી જ બાબતોને નેવે મૂકી આપણે આપણાં આત્માનો અવાજ સાંભળવો. આત્મા ક્યારેય ખોટા નિર્ણયો નહિં જ લેવડાવે. એના માટે મનનું શુદ્ધિકરણ સમયે સમયે કરતાં રહેવું પડે. આપણા મનને ટટોલતા રહેવું પડે. એને સાચા માર્ગે વાળતાં રહેવું પડે.

- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

©Kinjal Pandya #Nature 
#Ocean