*જીદ ના કરો* ૭-૭-૨૦૨૨ એક વખત જીદ છોડી તો જુઓ, વાત તો કરો, જરા સામે તો જુઓ. નાની નાની વાતમાં આવાં અબોલા, આવું કેમ કરો છો તમે હવે છબીલા. આવું કરવાથી તમને શું મળશે બોલો, વાતો થકી મન હળવું બનશે બોલો. હઠ છોડીને વાત તો કરો ઓ સાહેબ, નહીં તો ઘર સુનું થાશે ઓ સાહેબ. ભાવના સમજી જીદ નાં કરો હવે, ખોટી ગેરસમજ ને દૂર કરી દો હવે. આવી રીતે જીવન નભે નહીં સમજો, વાતો કરો અબોલા ટકે નહીં સમજો. *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #જીદ ન કરો... #Nojoto2liner #scared