Nojoto: Largest Storytelling Platform

"મને ચાલશે!" ઉગતો એ એકમ નો નાનો ચાંદ હશે તો ચાલશે

"મને ચાલશે!"

ઉગતો એ એકમ નો નાનો ચાંદ હશે તો ચાલશે,
માન ને સ્થાને આંખ માં થોડું વ્હાલ હશે તો ચાલશે!

નથી અપેક્ષાઓ મારે મન એ ખારા સમંદર ની,
બસ લાગણીઓ ના ઝરણા નું પાન હશે તો ચાલશે!

વરસો નહીં ધોધમાર તો પણ કંઈ અફસોસ નથી,
મને તો પ્રેમ ના મીઠા માવઠા નો માર હશે તો ચાલશે!

ઘનઘોર વનરાજી ની મારે મન કંઈ કામના નથી,
બસ આપના સ્નેહવૃક્ષ તણી છાવ હશે તો ચાલશે!

નથી મૂલ્ય મારે મન કોઈ સુખ નું જેમાં તું નથી, 
'રુદ્ર' સંગાથે તારી દુઃખ ની હર ક્ષણ નો ભાર મને ચાલશે!

- જય ત્રિવેદી ('રુદ્ર') #ચાલશે

jaytrivedi5022

Jay Trivedi

New Creator

#ચાલશે #કવિતા