Nojoto: Largest Storytelling Platform

Krishna Mahida

શહીદ દિન પ્રતીતિ

read more
White                   દેશભક્તિ ગીત
મળી અમથી નથીઆઝાદી અમને
            મળી અમથી નથી  આઝાદી અમને...
માતૃભૂમિની ધરા મહીં સીંચી,રક્ત સરવાણી
                મળી અમથી નથી  આઝાદી અમને.
ચૂડી તૂટી વીરાગંના હાથે, તલવાર લીધી ઉપાડી,
                   મળી અમથી નથી  આઝાદી અમને
ચુપ રહી અમર થઈ ગયા, શહીદો એ ખાધી ગોળી
                    મળી અમથી નથી આઝાદી અમને....
ચંદ્રશેખરની ખરી ખુમારી, ભગતસિંહની ગઈ યુવાની,
                   મળી અમથી નથી  આઝાદી અમને....
મંગળપાંડે ની મંગળ આરાધના, નહીં કોઈ બીજી કહાની,
                    મળી અમથી નથી આઝાદી અમને...
રાજગુરુ સુખદેવની જોડી, હસીને ચડ્યા જે સુલી,
                   મળી અમથી નથી  આઝાદી અમને....
રકત વહાવ્યાં રાણી ઝાંસીએ, અંગ્રેજો ને ભગાડી,
                  મળી અમથી નથી  આઝાદી અમને....
શીશ કપાયેલ ધડ લડે જેનું, વચ્છરાજ જેવી વિભૂતિ
                   મળી અમથી નથી  આઝાદી અમને..
રાણા પ્રતાપ,શિવાજી કરતાં અહીં રાષ્ટ્રધર્મ ની ભક્તિ.
              મળી અમથી નથી આઝાદી અમને..
ગાંધી જવાહર સરદારની જોડી કોઈ શકયુ ના તોડી
                        મળી અમથી નથી  આઝાદી અમને..
કવિઓનીકલમ લખે છે ,શૌર્ય શક્તિ શૂરવીરની.
                         મળી અમથી નથી આઝાદી અમને..
કૌશલ્યાબા એસ મહિડા પ્રતીતિ

©Krishna Mahida શહીદ દિન પ્રતીતિ

Dr. Poonam

read more

Rohit joshi

#villagelife

read more
Village Life               "મારું ગામ"
મારું ગામ તો છકરડામાંય આવે,
ને ધૂળનું કણ કણ મારા સ્વાગતમાં આવે.

બારણાને બારણાની સામે જોયા વગર ક્યાં ચાલે,
જો બંધ કરો બારણું તો બારસાખને આંસુ આવે.

એને વૈભવમાં બંધાવું ફાવતું નથી,
આસોપાલવના તોરણે જન્મ અને મરણ આવે.

હજુ આજ સુધી અભણ છે મારું ગામડું ,
'મા' ને એક રોટલો કહો તો બે લઈ આવે.

આંખના ટીપાંને પરસેવાના ટીપાં કહેતો બાપ,
એના કાપડની ધૂળ જાણે સોનામહોર લઈ આવે.

લાગણીને મડાગાંઠ પડી ગઈ એવી કે,
સ્મશાનની રાખ ઉડી ઊડી પાછી ગામમાં આવે.
    @ રોહિત જોષી

©Rohit joshi #villagelife

Bhavna Bhatt

#Newyear2024-25 હેપી બર્થડે અમદાવાદ... ગુજરાતી કવિતા

read more
New Year 2024-25 *હેપી બર્થડે અમદાવાદ*
સદીઓથી જોયાં સુખ દુઃખના 
માળખાં,
નિતનવા વેપાર ને નવીન 
માહોલ જોયાં 
 પ્રસંગે પ્રસંગે બદલાતાં માનવી 
જોયાં છે,
નાત જાતનાં સંમેલન જોયાં;
ફેશન નાં બદલાવ જોયાં
મેટ્રો ટ્રેનને રિવરફ્રન્ટ ની રોનક 
સાયન્સ સિટી ની રંગત જોઈ,
આઈ આઈ એમ ને
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી નું
 ગૌરવ મળ્યું,
અમદાવાદનું નામ દેશ વિદેશમાં 
ગુંજી ઉઠ્યું છે...
હેપી બર્થડે અમદાવાદ..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #NewYear2024-25 હેપી બર્થડે અમદાવાદ...#Nojoto ગુજરાતી કવિતા

Jaykishan Dani

સારું હતું લાગણી કવિતા

read more
White ****સારું હતું****

નોતી સમજણ સારું હતું
મૂર્ખ બાળપણ સારું હતું

આવી બુધ્ધિ ને દોઢે ચડ્યા
ઘરનું વળગણ સારું હતું

લીલોતરીની શોધ ખોટી ઠરી 
એ શુષ્ક રણ સારું હતું

સાથે બેસી કોળ્યો ખવડાવતા
જીવતા તર્પણ સારું હતું

આવડી ગણતરી ને નાપાસ થયા 
નિસ્વાર્થ સગપણ સારું હતું

લગામ વગર ભટક્યા કર્યા
માથે આવરણ સારું હતું

જયકિશન દાણી 
૨૫-૦૨-૨૦૨૫

©Jaykishan Dani સારું હતું લાગણી કવિતા

Rohit joshi

#sad_quotes

read more
White             "આંખ ફોડી થોડી નખાય"
ભૂલ થાય આપણાની તો યાદ થોડી  રખાય,
જો ધુળ પડે આંખમાં તો આંખ થોડી ફોડી નખાય.

ચાહવું કે ના ચાહવું એતો એની મરજી છે દોસ્ત,
દિવેલ છું ચાહકનો , ફૂંક મારી વાટ એમ ઓલવી થોડી નખાય.

લાગણીના ઉભરા તો આવે ને ગ્યાં કરે દોસ્ત,
ખાલી ખિસ્સું જોઈ ,મહોબ્બત ને એમ ઉતરડી થોડી નખાય .

ઝુલ્ફો આવે મુખ ઉપર ક્યારેક ક્યારેક આડી,
એમાં ગુલાબી ગાલની રોશનીને સંતાડી થોડી નખાઈ.

વ્યસનનો વિરોધી છું છતાં માચીસ રાખું છું ઈર્ષા ને સળગાવવા ,
નશો જો હોઈ લાગણીનો તો લતને એમ તરછોડી થોડી નખાય .

જેના માટે હતી જિંદગી , તે કફન માપીને લાવ્યા,
રાહ તો જો ,આંખને ઉતાવળથી બાળી થોડી નખાય .
       @ રોહિત જોષી

©Rohit joshi #sad_quotes

Karan Vasava

લાગણી કવિતા

read more
supar zankar

©Karan Vasava  લાગણી કવિતા

Karan Vasava

ગુજરાતી ટૂંકી કવિતા

read more
aadivasi chale aadivasi chale

©Karan Vasava  ગુજરાતી ટૂંકી કવિતા

Vijay Gohel Saahil

read more
આત્મા એ દેહ ધારણ કરી આ સંસાર ની સફર કરી 
અગ્નિ માં વિલીન થઈ ને અસ્થિ જળ માં પ્રસર કરી

ગિરીશ ભાઈ ને છેલ્લી સલામ સાથે વિનમ્ર શબ્દાંજલિ

©Vijay Gohel Saahil

Meena Prajapati

#LifeCalculator રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા

read more
આખું વર્ષ કેટલીય મહેનત કરી ખબર નહીં,
કોણ જાણે મનમાં તો Best of Luckથી કેટલાય અરમાન ભરાઈ જાય,
એવું થાય આખા વર્ષની મહેનત 3 કલાકમાં અંકાઈ જશે,
રાહ તો હૈયે એક જોવાય બસ પેપર easy આવેને...
જલ્દીથી Inbox Congratulationથી ભરાઈ જાય.....

©Meena Prajapati #LifeCalculator  રોમેન્ટિક ગુજરાતી કવિતા લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા પ્રિયતમા કવિતા
loader
Home
Explore
Events
Notification
Profile