Nojoto: Largest Storytelling Platform

આજ ફરી ખીલશે પુષ્પો જીવન શાળાએ, ઝળહળશે દિપક વર્ગ

આજ  ફરી ખીલશે પુષ્પો જીવન શાળાએ,
ઝળહળશે દિપક  વર્ગખંડના બાળાએ..

અગોચર વિશ્વ વાતોને વાગોળતાં,
થશે દ્રષ્ટિ ગોચર આ મનની માળાએ..

ઘટકતી ઘટનાને અંજામ આપવા,
ફરી થવા ઊભા એ ગગનની ડાળાએ..

રચવા ઈતિહાસ લઈ ભવિષ્યની પગથી,
વર્તમાનની ઝાલી આંગળી ક્ષિતિજના પાળાએ..

દિધેલા કોલને પરિપૂર્ણ કરવા,
બની સજ્જ લડવૈયો ચાલ રણની જ્વાળાએ..

આજ ખીલશે ફરી પુષ્પો જીવન શાળાએ,
ઝળહળશે દિપક  વર્ગખંડના બાળાએ..

©NARSINH PRAJAPATI
  #GOVERMENTSCHOOL