Nojoto: Largest Storytelling Platform

જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે, પંચ તત્વોથી ચણતર શર

જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે,
પંચ તત્વોથી ચણતર શરુ થાય છે.

મોડું કરતા નહી, જલ્દી આવી જજો,
ખેલ એનો સમયસર શરુ થાય છે.

ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર,
ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે.

સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, 
મા ના ઉદરથી ભણતર શરુ થાય છે.

આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત,
સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે.

..પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે,
પંચ તત્વોથી ચણતર શરુ થાય છે.

મોડું કરતા નહી, જલ્દી આવી જજો,
ખેલ એનો સમયસર શરુ થાય છે.

ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર,
ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે.

સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, 
મા ના ઉદરથી ભણતર શરુ થાય છે.

આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત,
સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે.

..પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna