Nojoto: Largest Storytelling Platform
zaranadave8868
  • 122Stories
  • 6Followers
  • 1.5KLove
    450Views

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

writer

  • Popular
  • Latest
  • Video
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

ભળે લાખો આવી ભેળાં, છતાંયે ઢંગ ના બદલે,
ભલે  કાળો  રહ્યો  તોયે,  કદાપિ  રંગ ના બદલે,

અરે  તત્કાળ  હો  મૃત્યુ, કરે  પરવા કદી ના એ,
બળે  ભળકે ભલે કાથી, છતાંયે અંગ ના બદલે.

કફન  બાંધી  ચડે  ઘોડે,  કરે તિલક નવોઢા નાર,
ચડે યુધ્ધે ખરો યોધ્ધો,  મરે પણ જંગ ના બદલે.

ભલે મોલાત આપી દો, ભલે સોગાત આપી દો,
હશે સાચા હૃદયનાં જે,  કદી સત્સંગ ના બદલે.

જીવનની રાહમાં 'ચાતક', ઘણાં એવાય છે મિત્રો,
ભલેને  મોત  આવે,  પણ  કદીયે સંગ ના બદલે.

ગફુલ રબારી "ચાતક" બારેજા

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

જય જય માતાજી 
સ્વયં સાથે જ શપથ લો કે 
કયારેય હાર નહિ માંનો
ક્યારેય અટકશો નહિ
અને ક્યારેય પાછુ વળીને જોશો નહિ

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

હતા આપના એ અરજદાર કેવા,
ઘડીમાં ફસાવે ફરજદાર કેવા,

વગર દાદ માંગે પડી તાળી સૌની,
હતા એના શેરો જ દમદાર કેવા.

ખુદાની અદાકારી દેખી થયું કે,
નિભાવ્યા હશે એણે કિરદાર કેવા?

ખરેખર હશે કોઈ લાચારી એની,
જુઓ જાત વેચે કરજદાર કેવા.

બધી વાત મનની એ સમજી જ લેતા,
અરીસા હતા સૌ સમજદાર કેવા.

......પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

જય માતાજી 

 કામ એ રીતે કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો સૂરજ જાણત કે અંધારું શી ચીજ છે.

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

જિંદગી! ઘરનું ઘડતર શરુ થાય છે,
પંચ તત્વોથી ચણતર શરુ થાય છે.

મોડું કરતા નહી, જલ્દી આવી જજો,
ખેલ એનો સમયસર શરુ થાય છે.

ડર નહી નીચે, તું જા પ્રથમ ટોચ પર,
ત્યાં પહોચ્યાં પછી ડર શરુ થાય છે.

સ્કુલ કોલેજ તો યાર હમણાં થયા, 
મા ના ઉદરથી ભણતર શરુ થાય છે.

આપ બેસી રહો મૌન થઈને પ્રશાંત,
સત્ય કહેતા જ પત્થર શરુ થાય છે.

..પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

જય માતાજી 
જોખમ ઉઠાવો...
જો તમે જીવો તો તેનું નેતૃત્વ કરો,જો હારો
તો તમારા અનુભવમાંથી બીજાઓનું માર્ગદર્શન કરો.
સ્વામી વિવેકાનંદ

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે શુભેચ્છા

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે શુભેચ્છા #પ્રેરક

81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

કાળને છે નાથવાની ઝંખના,
શ્વાસને જીવાડવાની ઝંખના.

જિંદગીભર એટલે ફાવ્યો નહી,
એક પળમાં પામવાની ઝંખના.

માંગવાનું ફાવશે નહિ કોઈ`દી,
છે સદાયે આપવાની ઝંખના.

લોક બોલે, બોલવા દે એમને,
રાખ તું સ્વિકારવાની ઝંખના.

પ્રેમમાં પણ હોડ જામી છે હવે,
વાયદાઓ પાળવાની ઝંખના.

આમ તો બીજા કશાં સપનાં નથી,
બસ તને ખુશ રાખવાની ઝંખના.

રોજ અત્તર એટલે છાંટું પ્રશાંત,
ખુશ્બુ રૂપે ચાહવાની ઝંખના.

... પ્રશાંત સોમાણી

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

ક્રોધના વિજય કરતા, ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે.

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
81be80622471daac7e63a6ed6515187d

Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna

*કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં સમજણની જરૂર છે.*

©Zarnaba વર્તમાની ગુરૂઆશ્રમ shelna
loader
Home
Explore
Events
Notification
Profile