*આ તનડુ* ભક્તિ ગીત. ૨૬-૫-૨૦૨૧ આ તારું તન કાળુ ને તારું મન કાળું રે, તને ક્યાંથી મળે રણછોડ રાય રે. તેં તો માખણ મિશ્રી ભોગ ધરાવ્યો રે, પણ મનમાં વેરઝેરના બીજ રાખ્યાં રે. પછી ક્યાંથી મળે તને કનૈયો રે.. ધનદોલત ને રાચરચીલું રે, પણ તારું દિલ કંગાળ રે. પછી ક્યાંથી મળે દ્વારકાધીશ રે.. તું તો ગોકુળ, વૃંદાવન ફર્યો રે, તારો દર્શન કરતાં જૂતાં માં જીવ રે. પછી ક્યાંથી મળે કૃષ્ણ રે. તું તો રમણ રેતીમાં આળોટયો રે, તારાં મનમાં બદલાની ભાવના રે. ક્યાંથી મળે તને નંદનો લાલો રે.. તું તો માળા જપતો રે, પણ, મણકો ફરે તેમ મનડું તારું ફરે રે. પછી ક્યાંથી મળે રાધા કૃષ્ણ રે.. ભાવના ભટ્ટ અમદાવાદ.. ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt આ તનડુ... ભક્તિ ગીત.. #Nojoto2019 #colours