Nojoto: Largest Storytelling Platform

ઈતિહાસમાં અમર નામ છે, ગુજરાત. ભાવિમાં પ્રસિદ્ધનું

ઈતિહાસમાં અમર નામ છે, ગુજરાત.
ભાવિમાં પ્રસિદ્ધનું દાવેદાર છે, ગુજરાત.
શૌર્ય, કિર્તી ને યશની ખાણ છે,ગુજરાત. 
એક આગવી ઓળખાણ છે, ગુજરાત. 
વિવિધતામાં એકતાની ભાંત છે, ગુજરાત.
ભારતની આન બાન ને શાન છે, ગુજરાત. 
સંસ્કૃતિ ને પરંપરાનો સાથ છે, ગુજરાત. 
ને આધુનિકતાનો સ્વીકાર છે, ગુજરાત.
ખમીર અને ગૌરવનું સ્થાન છે, ગુજરાત. 
સમૃદ્ધિ ને વિકાસનો અવાજ છે, ગુજરાત. 
સંતો, વીરો, કલાકારોનું ગામ છે, ગુજરાત. 
ધર્મ, કર્મ, જ્ઞાન, કલાનો સાર છે, ગુજરાત.
અનેક પરચાઓનું પ્રમાણ છે, ગુજરાત. 
અનેક યશ ગાથાઓનું ગવાહ છે, ગુજરાત. 
વાનગી ને લાગણીનો રસથાળ છે, ગુજરાત.
અતિથિને મીઠો આવકાર છે, ગુજરાત.
ભારત માતાનું સંતાન છે, ગુજરાત.
દરેક ભારતવાસીનું માન છે, ગુજરાત. 
હ્રદયમાં અંકિત આકાર છે, ગુજરાત. 
દેશનો મહત્વનો આધાર છે, ગુજરાત. 
દરેક ગુજરાતીની જાન છે, ગુજરાત. 
દરેક ગુજરાતીનું સ્વમાન છે, ગુજરાત.✍🏻જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #gujarat
ઈતિહાસમાં અમર નામ છે, ગુજરાત.
ભાવિમાં પ્રસિદ્ધનું દાવેદાર છે, ગુજરાત.
શૌર્ય, કિર્તી ને યશની ખાણ છે,ગુજરાત. 
એક આગવી ઓળખાણ છે, ગુજરાત. 
વિવિધતામાં એકતાની ભાંત છે, ગુજરાત.
ભારતની આન બાન ને શાન છે, ગુજરાત. 
સંસ્કૃતિ ને પરંપરાનો સાથ છે, ગુજરાત. 
ને આધુનિકતાનો સ્વીકાર છે, ગુજરાત.
ખમીર અને ગૌરવનું સ્થાન છે, ગુજરાત. 
સમૃદ્ધિ ને વિકાસનો અવાજ છે, ગુજરાત. 
સંતો, વીરો, કલાકારોનું ગામ છે, ગુજરાત. 
ધર્મ, કર્મ, જ્ઞાન, કલાનો સાર છે, ગુજરાત.
અનેક પરચાઓનું પ્રમાણ છે, ગુજરાત. 
અનેક યશ ગાથાઓનું ગવાહ છે, ગુજરાત. 
વાનગી ને લાગણીનો રસથાળ છે, ગુજરાત.
અતિથિને મીઠો આવકાર છે, ગુજરાત.
ભારત માતાનું સંતાન છે, ગુજરાત.
દરેક ભારતવાસીનું માન છે, ગુજરાત. 
હ્રદયમાં અંકિત આકાર છે, ગુજરાત. 
દેશનો મહત્વનો આધાર છે, ગુજરાત. 
દરેક ગુજરાતીની જાન છે, ગુજરાત. 
દરેક ગુજરાતીનું સ્વમાન છે, ગુજરાત.✍🏻જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #gujarat