Nojoto: Largest Storytelling Platform

હે પરમેશ્વર, મારા ગણિતની શી વિસાત કે તને માપ

હે પરમેશ્વર,
   મારા ગણિતની શી વિસાત
   કે તને માપે તારા જ માપકોથી
તું ગુણોનો છે વર્તુળ, સમાયો છે તેના કેન્દ્રે
 તારા સદ્ગુણોનો નથી પાર,જેથી હું તેને 
        પરિકરથી વર્તુળમાં સમાવું !
આમ તો તને વર્તુળ કહી તારી મહાનતા ઘટાડું છું
  તુજ ત્રિજ્યાનો ભાર તો અનંત છે
તુજ ગુણોનો કોઈ ખૂણો નથી
  કે તને કોણમાપકથી માંપુ
તું તો વિના માપક માફક આવે
એવો અચળ મન્વંતર છો 
તારા વર્તુળના વિસ્તારમાં
મુજને એક બિંદુ બનાવી દે
તારા પરિઘ ના પારખવાની પ્રતિભા
મુજને આપી દે
ભમી ભૂમિ ભૂમિતીમા ભાવનાથી 
ભાગ્યું કે તારા સરવાળા ગુણાકાર ના કશા જવાબ નથી
તારા ભાગાકારના ભાગ નથી
બારીક બાદબાકી કરેલા ગુણોને હું
સમાવિશ તારા જ સ્મરણોમાં
તું તો સદાય ગુંજતો રહીશ
મારી કલરવી કલમની અટારીએ 

bhumishayar🌸 love to lord
હે પરમેશ્વર,
   મારા ગણિતની શી વિસાત
   કે તને માપે તારા જ માપકોથી
તું ગુણોનો છે વર્તુળ, સમાયો છે તેના કેન્દ્રે
 તારા સદ્ગુણોનો નથી પાર,જેથી હું તેને 
        પરિકરથી વર્તુળમાં સમાવું !
આમ તો તને વર્તુળ કહી તારી મહાનતા ઘટાડું છું
  તુજ ત્રિજ્યાનો ભાર તો અનંત છે
તુજ ગુણોનો કોઈ ખૂણો નથી
  કે તને કોણમાપકથી માંપુ
તું તો વિના માપક માફક આવે
એવો અચળ મન્વંતર છો 
તારા વર્તુળના વિસ્તારમાં
મુજને એક બિંદુ બનાવી દે
તારા પરિઘ ના પારખવાની પ્રતિભા
મુજને આપી દે
ભમી ભૂમિ ભૂમિતીમા ભાવનાથી 
ભાગ્યું કે તારા સરવાળા ગુણાકાર ના કશા જવાબ નથી
તારા ભાગાકારના ભાગ નથી
બારીક બાદબાકી કરેલા ગુણોને હું
સમાવિશ તારા જ સ્મરણોમાં
તું તો સદાય ગુંજતો રહીશ
મારી કલરવી કલમની અટારીએ 

bhumishayar🌸 love to lord

love to lord