કાંટા વચ્ચે તો ખીલતું ગુલાબ હોય છે, ડાળનો કેવો રૂપાળો જવાબ હોય છે. ખુદાના નેક બંદા ક્યાં વરદાન માંગે ? પ્રેમનો ઝળહળ આફતાબ હોય છે. ભૌતિક જગતને જેણે જાણી લીધું છે, સત્યનો જાણે તે પોતે નવાબ હોય છે. સહજ થઈ ને પરમને ના સમજ્યા, વર્તન તેના કાયમ ખરાબ હોય છે. કેટલા જન્મોથી તડફડે છે અક્ષર ! ભીતર તો મૌનનો કેવો રૂઆબ હોય છે ! -દિનેશ નાયક "અક્ષર" સરડોઈ ©Nayak Dinesh #Red