Nojoto: Largest Storytelling Platform
nayakdinesh8921
  • 34Stories
  • 19Followers
  • 374Love
    836Views

Nayak Dinesh

દિનેશ નાયક "અક્ષર" મોડાસા,જી અરવલ્લી

  • Popular
  • Latest
  • Video
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

White વૃક્ષોથી આ ધરતી હરિયાળી થઈ જાય છે,
હવા મહેકતી સુહાની સુહાની થઈ જાય છે.

ફળ ફૂલ છાયાનો મોઘમ ઉપહાર આપે,
વૃક્ષ કૃપાથી ધરતી નિરાળી થઈ જાય છે.

પંખીઓનો કલરવ જાણે વૃક્ષોની વાણી છે,
મન શાંત લીલાં વૃક્ષો નિહાળી થઈ જાય છે.

વન ઉપવન બાગ બગીચા ધરતીની શોભા,
વૃક્ષો ઊંચા થૈ ગગન વિહારી થઈ જાય છે.

વૃક્ષો આપે છે સંદેશ - પ્રકૃતિ પ્રતિ પાછા વળો,
ખરતા ખીલતા વૃક્ષો બલિહારી થઈ જાય છે.

   -દિનેશ નાયક "અક્ષર"
         સરડોઈ

©Nayak Dinesh
  #short_shyari
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

સમજવામાં મારી થઈ હશે ભૂલ,
હાથમાં જોઈ એના ગુલાબનું ફૂલ.
દૂરથી આવતા જોઈ હું હરખાયો
પણ બનાવી ગઈ એ એપ્રિલફૂલ

©Nayak Dinesh #boatclub
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

ફોરમતાં  કેસુડાનાં ફૂલો લઈ ફાગણ આવ્યો રે,
નટખટ પિચકારીના રંગો લઈ ફાગણ આવ્યો રે.
આંબલિયાની મંજરી શણગારી ફાગણ આવ્યો રે,
જોબનિયું ગુલાબી અલગારી ફાગણ આવ્યો રે.
રાધાના કાન્હા ને મીરાંના ગિરધારી લઈ ફાગણ આવ્યો રે,
રાતો અંધારી અજવાળી લઈ ફાગણ આવ્યો રે.
વરણાગી કેસરિયો જોબનધારી લઈ ફાગણ આવ્યો રે,
કોયલ કંઠે પંચમ સૂર રેલાવી ફાગણ આવ્યો રે.
ઘૂંટાતો નવરસ રંગીલો લઈ ફાગણ આવ્યો રે,
વન ઉપવનની ફોરમ છેલછબીલો લઈ ફાગણ આવ્યો રે.

      -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #Holi
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

સૌનું કલ્યાણ કરે કલ્યાણકારી મહાદેવ શિવ,
સૌ કોઈ ધ્યાન ધરે કલ્યાણકારી મહાદેવ શિવ.

ઉમાપતી કૈલાસ પર નિરંતર ધરતા ધ્યાન,
યોગી અઘોરી સ્મરે કલ્યાણકારી મહાદેવ શિવ.

અજબ છે સંસારની માયા જપતાં સંકટ ટળે,
અંગ પર ભુજંગ ફરે કલ્યાણકરી મહાદેવ શિવ.

છે સદા સૌ માટે સુખકારી ભોળા શંકર ભંડારી,
લોટો જળમાં ભવ તરે કલ્યાણકારી મહાદેવ શિવ.

દુઃખીજન દેવાધિદેવ મહાદેવના શરણાગત,
ભવ ભવ તેના તરે કલ્યાણકારી મહાદેવ શિવ.

    -દિનેશ નાયક "અક્ષર"
          સરડોઈ

©Nayak Dinesh #mahashivaratri
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

26 jan republic day પુણ્ય ભૂમિ ભારતમાં આજ લોકશાહીનું રૂડું પર્વ ઉજવાય છે,
હર ભારતીય આનંદ આનંદથી ગર્વભેર આજે મલકાય છે.

ગણતંત્ર તો છે આધુનિકને વિકાસશીલ રાષ્ટ્ર નિર્માણનો પાયો,
પડકારોની સામે જ બંધારણનું ગૌરવ જાળવી છલકાય છે.

ન્યાયપૂર્ણ વાતાવરણમાં સમૃદ્ધિનું નિત્ય નવ નિર્માણ કરે છે,
ચારેકોર વિકસિત ભારત જોઈ હર ભારતીય હરખાય છે.

ધર્મ કર્મ ભક્તિ ભાવમાં સૌથી પ્યારું પ્યારું ન્યારું ન્યારું છે આ ભારત,
જ્યાં જ્યાં વસે છે ભારતીય ત્યાં ત્યાં ભારતની પુણ્ય ભૂમિ સમજાય છે.

માતૃભૂમિની સ્વતંત્રતા માટે શહીદોનું મહાબલિદાન,
હર ભારતીયના મનમાં આદર ગૌરવ ભાવ સદા ઉભરાય છે.

      -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #26janrepublicday
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

Shree Ram દેશમાં અયોધ્યા મહોત્સવનો ઉમંગ છે,
સરયૂથી સાગર લહેરાતી દિવ્ય તરંગ છે.

છે નિરાળું શ્યામવર્ણી પ્રભુનું બાળસ્વરૂપ,
ફિક્કો જાણે સ્વર્ગનો વૈભવ - દેવો પણ દંગ છે.

ઝળહળે છે અવધનગરીને ભારત ભૂમિ,
ઘટમાં ઘટમાં ઘૂંટાતો વિજયી ભગવો રંગ છે.

પ્રતીક્ષા પૂરી થઈ પધાર્યા છે રઘુનંદન,
મર્યાદા પુરુષોત્તમનો અનોખો ઢંગ છે.

રામ તો છે પતિત પાવનને તારણહાર,
રામનામ એક સત્ય આખર તો સંગ છે.

-દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh #shreeram
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

Jai shree ram રામ નામ એક સાચો આધાર છે,
પતિત પાવન જગ તારણહાર છે.

સૂર્યવંશના રાઘવ દશરથ રામ થયા,
કણકણમાં અભિરામ કિરતાર છે.

મણિપુર ચક્રનો બીજ મંત્ર છે રામ,
રામ દિવ્ય રમ્ય રામ શણગાર છે.

ઐશ્વર્ય,ધર્મ,યશ,શ્રી જ્ઞાન,વૈરાગ્ય,
ઘટઘટમાં રમમાણ ઝંકૃત તાર છે.

રામ નામનો મહિમા છે અપરંપાર,
શ્રદ્ધા આસ્થાના રામ અવતાર છે.

   -દિનેશ નાયક "અક્ષર"
        સરડોઈ

©Nayak Dinesh #JaiShreeRam
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

Jai Shri Ram રામ રાજની આસ્થા ઉજવાય છે અવધમાં,
વિજયનો ભગવો લહેરાય છે અવધમાં.

સદીઓ કરાવી પ્રતીક્ષા પ્રભુ રામ પધાર્યા,
હરપળ હર્ષ કેવો રેલાય છે અવધમાં.

નભ પર રવિ તણો તેજ પ્રકાશ  છે નોખો,
દિવ્ય પુંજનો પ્રકાશ ફેલાય છે અવધમાં.

ગુંજે સર્વત્ર આ મંત્ર દિવ્ય રામ નામ કેરો ,
ગુણગાન રામ કેરા ગવાય છે અવધમાં.

કૌશલ્યા કેરા જાયા દશરથના ઓ દુલારા ,
આવો પધારો નૈન છલકાય છે અવધમાં.

   -દિનેશ નાયક "અક્ષર"
        સરડોઈ

©Nayak Dinesh #jaishriram
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

કાંટા વચ્ચે તો ખીલતું ગુલાબ હોય છે,
ડાળનો કેવો રૂપાળો જવાબ હોય છે.

ખુદાના નેક બંદા ક્યાં વરદાન માંગે ?
પ્રેમનો ઝળહળ આફતાબ હોય છે.

ભૌતિક જગતને જેણે જાણી લીધું છે,
સત્યનો જાણે તે પોતે નવાબ હોય છે.

સહજ થઈ ને પરમને ના સમજ્યા,
વર્તન તેના કાયમ ખરાબ હોય છે.

કેટલા જન્મોથી તડફડે છે અક્ષર !
ભીતર તો મૌનનો કેવો રૂઆબ હોય છે !

      -દિનેશ નાયક "અક્ષર" 
           સરડોઈ

©Nayak Dinesh #Red
b9c6e2a19cfd7452c191703bb46ae8c6

Nayak Dinesh

મુક્ત મને ગગનમાં પંખી ઊડતું હોય છે,                                       પાંખો ફફડાવી ઊંચે ઊંચે ચડતું હોય છે.

દિશાનું જ્ઞાન છે પણ કાયમી મુકામ નથી,                                          હિંમત રાખી બાથ હવામાં ભરતું હોય છે.

અનંત સીમા છે અને વિસ્તરતી છે ક્ષિતિજ,                                     અંગથી તૂટી એક એક પીછું ખરતું હોય છે.

ક્યાં છે કંઈ ફિકર ? જીવન છે ક્ષણભંગુર,                                 જીવનચક્રમાં  મથામણ કરતું હોય છે.

ફરાઈ જાય છે જો ક્રૂર પારધીની જાળમાં.                                        તો ફફડતું કલ્પાંત કરી મરતું હોય છે.

     -દિનેશ નાયક "અક્ષર"

©Nayak Dinesh
  #Red
loader
Home
Explore
Events
Notification
Profile