Nojoto: Largest Storytelling Platform

Black ક્યારેક હસાવે છે તું જિંદગી તો વળી ક્યારેક ર

Black ક્યારેક હસાવે છે તું જિંદગી
તો વળી ક્યારેક રડાવે પણ છે
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી..

પોતાનાને પારકા બનાવી બતાવે
ને વળી અજાણ્યાને બનાવે સાથી
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

ભુલાવી દે ભણતર આ ચોપડીનું
શીખવાડે છે પાઠ, જીવન ઘડતરનું
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

હસતાં ચહેરાંઓને રડાવી દે છે તું
નમ આંખોને પણ મલકાવી છે તું
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

નિરંતર સમય સગડોય સરવી દે છે
પણ એ યાદોમાં અટકાવી દે છે તું
વાહ રે જિંદગી, આ તે શી રમત તારી...

©Riddhi
  #Thinking
riddhitrivedi8713

Riddhi

New Creator

#Thinking #Poetry

252 Views