Nojoto: Largest Storytelling Platform

ઈશ્વર તું ઝાંઝવા ના જળ જેવો હોય સામે પણ સાવ દૂર જે

ઈશ્વર તું ઝાંઝવા ના જળ જેવો
હોય સામે પણ સાવ દૂર જેવો
આંખ ને ઓળખ અનેકવાર આપે
જોવા કરતાં તું છે માણવા જેવો
વાયું બની અડકે અંધ ને ઈશારા જેવો
અગ્નિ બની ભડકે દાઝ્યા ને દજાડ્યા જેવો
ખાલીપણા માં ખલક ને આભ વચ્ચે
ભેદ માં ભરમાવતી ક્ષિતિજ જેવો
અવર જવર અનંત પ્રવાસ માં 
ભટક્યો શ્વાસ માં કોઈ વણઝારા જેવો
રાહ મળી કોઈ સત્ ને સંગે
હાલ કર્યો તૂટયાં ત્યજેલ રમકડાં જેવો
અંદર બેઠો ન કોઈએ દેખ્યો 
તું એકદમ અંગત જેવો
કૃષ્ણ કબીર કે નાનક અલ્લાહ 
માન્યો સૌ એ ગમ્યો તેવો
- બંદગી ઝાંઝવા ના જળ જેવો

- બંદગી
#શાયરી #ડાયરી #શાયર #કવિ #કાવ્ય #ઝાંઝવા #ઈશ્વર #alfazebandgi
ઈશ્વર તું ઝાંઝવા ના જળ જેવો
હોય સામે પણ સાવ દૂર જેવો
આંખ ને ઓળખ અનેકવાર આપે
જોવા કરતાં તું છે માણવા જેવો
વાયું બની અડકે અંધ ને ઈશારા જેવો
અગ્નિ બની ભડકે દાઝ્યા ને દજાડ્યા જેવો
ખાલીપણા માં ખલક ને આભ વચ્ચે
ભેદ માં ભરમાવતી ક્ષિતિજ જેવો
અવર જવર અનંત પ્રવાસ માં 
ભટક્યો શ્વાસ માં કોઈ વણઝારા જેવો
રાહ મળી કોઈ સત્ ને સંગે
હાલ કર્યો તૂટયાં ત્યજેલ રમકડાં જેવો
અંદર બેઠો ન કોઈએ દેખ્યો 
તું એકદમ અંગત જેવો
કૃષ્ણ કબીર કે નાનક અલ્લાહ 
માન્યો સૌ એ ગમ્યો તેવો
- બંદગી ઝાંઝવા ના જળ જેવો

- બંદગી
#શાયરી #ડાયરી #શાયર #કવિ #કાવ્ય #ઝાંઝવા #ઈશ્વર #alfazebandgi

ઝાંઝવા ના જળ જેવો - બંદગી #શાયરી #ડાયરી #શાયર #કવિ #કાવ્ય #ઝાંઝવા #ઈશ્વર #alfazebandgi #કવિતા