Nojoto: Largest Storytelling Platform

તને લાડ લડાવું.. તારા જન્મ દિવસે લાડકા તને હું લા

તને લાડ લડાવું..

તારા જન્મ દિવસે લાડકા તને હું લાડ લડાવું,
બેસી કાકાની ગાડીમાં તને આખું શહેર ફરાવું.

કડી કલોલ વાયા અમદાવાદ પાલનપુરથી લઇ,
પાટણની પ્રખ્યાત મોરલીની તને ચા પીવડાવું.

સુરતની સુત્તર ફેણી અને ભાવનગર ગાંઠિયા,
ને વિશેષ તને જામનગરની જલેબી ખવડાવું.

ભવિષ્યમાં તારે સમાજને રાહ બતાવવાની છે,
તેથી બુદ્ધ અને આંબેડકરથી પરિચિત કરાવું.

રાઠોડી મોજડી અને રેબનના ચશ્માં લઇ આપું,
માથે રજવાડી સાફો ને તને શેરવાની પહેરાવું.

તારા જન્મ દિવસે લાડકા તને હું લાડ લડાવું..

                          - રાહુલ, વણોદ #તને લાડ લડાવું...

rahulkumar9239

Rahul kumar

New Creator

#તને લાડ લડાવું... #poem