Nojoto: Largest Storytelling Platform

તારો દીવો જોઈ મેં મારા સૂરજ ને સંતાડી લીધો, થોડા ઘ

તારો દીવો જોઈ મેં મારા સૂરજ ને સંતાડી લીધો,
થોડા ઘણાં વાદળ લાવી ચાંદાને પણ ઢાંકી લીધો.

ફકત ઈશારો કર્યો હતો અમે તો હજી અને,
વાત આખાય નો તમે તરજુમો કરી લીધો.

નહોતી ખબર કે એ હદે સમજી લઇશ તું મને,
કે શબ્દો રીસાઈ ગયા ને હોઠોએ બંધ પાળી લીધો.

તે કહ્યું કે આંખોમાં વસુ છું,ને માની પણ લીધું,
કાંકરી ખૂંચી ને મેં અમસ્તાં ઉજાગરો કરી લીધો.

ભર વરસાદે એની છત્રી કાગડો શું થઈ,
'વિરલ' પવનનેય ફેટ પકડી બાથમાં ભરી લીધો.
 #poetry #gazal #gujarati #gujratighazal #prem #poem