*અંતરથી પૂજતાં* ૧૫-૩-૨૦૨૪ અંતરથી પૂજતાં ચેહર મા મળે છે, પથ્થરમાં પણ અલૌકિક રૂપે મળે છે. દુઃખમાં પણ શરણું ચેહર માનું મળે છે, ભાવનામય ભાવથી આવીને મળે છે. ચેહર મા અપાર લીલા લહેર કરાવે છે, જ્યાં ચેહર મા રૂપે માવતર મળે છે. કળિયુગમાં હાજરાહજૂર દેવી મળે છે, પાવરવાળી દેવી હૈયાનાં પોકારે મળે છે. દુનિયામાં સાચો એક સથવારો મળે છે, મમતાભર્યા માવડી સમંદર રૂપે મળે છે. વિશ્વાસ હોયતો ભરોસાનું ડેરૂ મળે છે, ચેહર જાતરમાં રમતાં જોવા મળે છે. *કોપી આરક્ષિત* #*©* *ભાવના ભટ્ટ અમદાવાદ.* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #womeninternational અંતરથી પૂજતાં... #nojoto❤