તારા ગમ ને ઠારવા કંઈક તો કરવું પડશે યા તો પથ્થર થવું પડશે યા તો મારે મરવુ પડશે અપેક્ષાઓના મેળા ભર્યા'તા મેં હર આશ ટૂટી ને સાથે હું પણ તૂટ્યા પછી જોડાવા કંઈક તો કરવું પડશે તને ચાહત ક્યાં હતી?? ને સંબંધ ક્યાં એવો હતો?? હમસફર બદલ્યો તે તો મારેય હવે રસ્તો બદલવા કંઈક તો કરવું પડશે તારા દીધેલાં ઝખ્મોને ભરવાં નથી સાચું કહું છું બસ આ ઝખ્મો ને સહન કરવા કંઈક તો કરવું પડશે કેટલું આસાન હતું ?? તારી માટે મને ત્યજી દેવુ ખુદા માની પૂજતો તો તને હવે મારે પણ નાસ્તિક થવા કંઈક તો કરવું પડશે ને બુદ્ધિજીવીઓ કહે છે કે કાલ બધું સારું થશે આજ જે વીતી રહી છે એના માટે કંઈક તો કરવું પડશે... #gujratipoetry