કથા બદલાય તો સારું હવે પ્રથા બદલાય તો સારું હવે થાકી ગયા જૂની ચિંતાથી વ્યથા બદલાય તો સારું હવે અપકે પડી ગઈ છે આ મજા મજા બદલાય તો સારુ હવે આ સજામાં સજા જેવું નથી સજા બદલાય તો સારું હવે એકલતા કોરી ખાય છે અહીં જગા બદલાય તો સારું હવે પરિવર્તન રાજાથી નહીં આવે પ્રજા બદલાય તો સારું હવે જયકિશન દાણી ૧૪-૧૧-૨૦૨૪ ©Jaykishan Dani #WinterFog