Nojoto: Largest Storytelling Platform
jaykishandani9820
  • 600Stories
  • 19Followers
  • 6.3KLove
    1.9KViews

Jaykishan Dani

  • Popular
  • Latest
  • Video
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

ક્યારેક છલકાઈ જઈએ ક્યારેક ઉભરાઈ જઈએ અમારું તો એવું
ક્યારેક દબાઈ જઈએ ક્યારેક વિસત્રાઈ જઈએ અમારું તો એવું

હા અમને સમજવામાં થોડી વાર લાગશે, કારણ કે
ક્યારેક છુપાઈ જઈએ ક્યારેક દેખાઈ જઇએ અમારું તો એવું

વાતનું વતેસર કરતા અમને ન આવડે જરાય, હો
ક્યારેક ઓગળાઈ જઈએ ક્યારેક ગંઠાઈ જઇએ અમારું તો એવું

ને જેવા છીએ એવા જ રહેવાના, કોઈ ફેરફાર થવાનો નથી
ક્યારેક ઓલવાઇ જઈએ ક્યારેક હરખાઈ જઇએ અમારું તો એવું

બસ આમને આમ આ સફર પૂરી થાય એટલે ઘણું
ક્યારેક સુકાઈ જઈએ ક્યારેક ભીંજાઈ જઈએ અમારું તો એવું

અમારી સાથે મિત્રતા વધારતા પહેલા જાણીલો આટલું
ક્યારેક વંચાઈ જઈએ ક્યારેક ભૂંસાઈ જઈએ અમારું તો એવું

જયકિશન દાણી

©Jaykishan Dani  અમારું તો આવું

અમારું તો આવું #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

નામ :- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ'
શીર્ષક:- મા સાવ ભોળી

ભવ આખો ઓશીકે જળબિંદુ સાર્યાં તોયે,
હરહંમેશ હસતી તે રઈ!
મા સાવ ભોળી જ રઈ.

બખિયો ભરે ત્યાં પહેરણ ટૂંકું થઈ જાય,
ને ખીચડી રાંધે ત્યાં ખાલી હાંડલા!
ઓસડિયા વાટીને કરે એક રોગી સાજું, 
ને ઘરમાં બીજા ત્યાં થાય માંદલા! 
ભવ આખો દુ:ખડામાં દહાડા કાઢ્યાં તોયે,
ખુમારીથી જીવતી તે રઈ!
મા સાવ ભોળી જ રઈ.

આંગણેથી દુખિયારું ઠાલું ન જાય,
એવું રાખતી ઉદાર તે રુદિયું.
બટવો સંવેદનાનો હોય છલોછલ,
ભલે રાખતી ન સાથે તે ફદિયું.
ભવ આખો ભૂખ્યાંનાં પેટડાં ઠાર્યાં તોયે,
ભીતરથી બળતી તે રઈ!
મા સાવ ભોળી જ રઈ.

ભવ આખો ઓશીકે જળબિંદુ સાર્યાં તોયે,
હરહંમેશ હસતી તે રઈ!
મા સાવ ભોળી જ રઈ.

✍️ ડો. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા..
તારીખ:- ૧૨/૦૫/૨૦૨૪..

©Jaykishan Dani #Sad_shayri
e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

*****તારી યાદમાં*****

આમ એકલા રહેવાની આદત નથી એટલે
વિરહનું દરદ સહેવાની આદત નથી એટલે

આ એકાંત ખૂબ પજવે છે અમને, શું કરીએ
એકલા એકલા મહેકવાની આદત નથી એટલે

પૂછ્યું અમને કેમ દેવદાસ બનીને ફરો છો
કહ્યું એકલા ટહેલવાની આદત નથી એટલે

બંધ દ્વાર જોઈને આમ અટક્યા શા માટે?
દ્વાર જાતે ખોલવાની આદત નથી એટલે

જયકિશન દાણી

©Jaykishan Dani આદત નથી એટલે

આદત નથી એટલે #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

આ બધું શું થવા જઈ રહ્યું છે
કરનાર જ આવું પૂછી રહ્યું છે

ટોચે પહોંચવા ધમપછાડા કર્યા
પણ એ ખ્વાબ જ સૂઈ રહ્યું છે

પૂછો તો ય જવાબ મળશે નહીં
મૌન ચૂપચાપ દરદ સહી રહ્યું છે

મને દાખલાનો તાળો નથી મળતો
દરેક અહીં જુદુજુદુ ગણી રહ્યું છે

તૈયારી કરી વસંતના વધામણાંની
ત્યાં દરેક ડાળે પુષ્પ ખરી રહ્યું છે

જયકિશન દાણી

©Jaykishan Dani રહ્યું છે

રહ્યું છે #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

એક પરિચિત વિશે લખવા બેઠો
પછી કલ્પિત  વિશે લખવા બેઠો

એકપણ વાંક શોધી ના શક્યો
એક શ્રાપિત વિશે લખવા બેઠો

આંખમાં આંખ પોરવી, ના શક્યો
એવા આશ્રિત વિશે લખવા બેઠો

આ સાફળતાનું રહસ્ય જાણ્યું
તેના નિમિત્ત વિશે લખવા બેઠો

હું કોણ કેમ ને ક્યાંથી ખબર નથી
આજે સિમિત વિશે લખવા બેઠો

મર્યાદાના પાઠ શીખવ્યા જેણે 
તેવા સાત્વિક વિશે  લખવા બેઠો

કેટલુંક લખવાનું ભુલાઈ ગયું
ફરી ગર્ભિત વિશે લખવા બેઠો

જયકિશન દાણી
14-05-2024

©Jaykishan Dani લખવા બેઠો

લખવા બેઠો #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

સાચું કહેવાની આદત છે
સાદું રહેવાની  આદત છે

જશ અપજશ જેવું નથી
સતત વહેવાની આદત છે

ગમો  અણગમો શું  વળી
ઝાઝું સહેવાની આદત છે

જરૂર પડે સામે ચાલી હારું
બાકી જીતવાની આદત છે

સસ્તું કે  મોંઘું બંને  પરવડે 
સુખ વહેચવાની આદત  છે

ગેરહાજરીની  નોંધ લેવાય 
એટલું મહેકવાની આદત છે

મહેફિલ ગમે ને ગમે એકાંત 
એકલા ટહેલવાની આદત છે

જયકિશન દાણી
૧૪-૦૫-૨૦૨૪

©Jaykishan Dani આદત છે....

આદત છે.... #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

***ભૂલચૂક લેવી દેવી***

કરીએ હિસાબ પછી ભૂલચૂક લેવી દેવી
હટાવો નકાબ પછી ભૂલચૂક લેવી દેવી

અત્યારે છો ભાનમાં, એટલે બરાબર
ઉપાડો શરાબ પછી ભૂલચૂક લેવી દેવી

બંધ પડીકું છે ક્યાં ખબર પડવાની?
નીકળે ખરાબ પછી ભૂલચૂક લેવી દેવી

પહેલો ઘા પરમેશ્વરનો માનીને ચાલવું
દેખાડો રુઆબ પછી ભૂલચૂક લેવી દેવી

પૂછો તમારે પૂછવા હોય તેટલા સવાલ
આપ્યા જવાબ પછી ભૂલચૂક લેવી દેવી

જયકિશન દાણી
૧૩-૦૫-૨૦૨૪

©Jaykishan Dani ભૂલચૂક લેવી દેવી

ભૂલચૂક લેવી દેવી #વિચારો

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

અમારી પાસે

પૂછેલા દરેક સવાલના જવાબ છે અમારી પાસે
પહોંચીશું મંજિલે એવા ખ્વાબ છે અમારી પાસે

નથી કિનારાના માણસ અમે, મધદરિયે તરિશું
પુરુષાર્થ નામનો એક નવાબ છે અમારી પાસે

હાર કે જીત વિશે લાંબુ વિચારવાનો સમય નથી
છે કરેલા કર્મ અને તેના સવાબ છે અમારી પાસે

ને આ જ્ઞાનની વાતો અમથા નથી કરતા અમે
વડીલો પાસેથી મળેલી કિતાબ છે અમારી પાસે

નથી અભિમાન પણ હા ગર્વ તો રહેશે કાયમ
કારણ છે, ને કારણનો રૂઆબ છે અમારી પાસે

જયકિશન દાણી
૧૧-૦૫-૨૦૨૪

©Jaykishan Dani અમારી પાસે

અમારી પાસે #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

એમના, પરિચિત થઈ ગયા
ખ્વાબ   હકીકત  થઈ  ગયા

મુફલિસ ગણાતા હતા, છતાં
એક શેરી  સીમિત  થઈ ગયા

જાહોજલાલી   તમને મુબારક
અમે સુખના નિમિત્ત થઈ ગયા

વર્ષો સુધી રાહ જોઈ એમની
એટલે   જર્જરિત  થઈ  ગયા

ન પામ્યા, ને ચાહ્યાનો વાંક માત્ર
કારણ વગર કલંકિત થઈ ગયા

જયકિશન દાણી
૦૭-૦૫-૨૦૨૪

©Jaykishan Dani થઈ ગયા

થઈ ગયા #શાયરી

e8f038b153e469e26a4580f8c6324206

Jaykishan Dani

Men walking on dark street ડૂબતા સૂરજનો નઝારો તમે
ઢળતી સાંજનો સહારો તમે

નહીં ડુબીએ ખબર છે અમને
અમારી આશનો કિનારો તમે

સ્વપ્ન હકીકત ત્યારે જ બને
કરો હવે એકાદ  ઈશારો તમે

ક્યાં અટકે છે સમજાતું નથી
એકવાર નજર  ઉતારો  તમે

ક્યાં સુધી રહીશું આમ અધૂરા
પૂર્ણ કરવા અમને, પધારો તમે

જયકિશન દાણી
૦૯-૦૫-૨૦૨૪

©Jaykishan Dani નઝારો તમે

નઝારો તમે #શાયરી

loader
Home
Explore
Events
Notification
Profile