નામ:- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ' શીર્ષક:- મીઠડાં

નામ:- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ'
શીર્ષક:- મીઠડાં બોર

બોર એંઠા જે મીઠડાં,
રામે શબરીનાં ચાખ્યાં રે.
વનવગડાંની બોરડીએથી,
હાથે વીણી રાખ્યાં રે.
બોર એંઠા જે મીઠડાં..

વીણી વીણી બોર તે સઘળાં,
રોજ ઝૂંપલડીએ લાવે.
ચાખી ચાખીને મીઠાં મીઠાં,
એકબાજુએ તારવે રે.
બોર એંઠા જે મીઠડાં..

સાચી ભક્તિ તો શબરીની જેને, 
આંગણ અયોધ્યા રાજા આવ્યાં.
વરસોથી વાટલડી નીરખતાં,
નેણલાં આજ છલકાયાં રે.
બોર એંઠા જે મીઠડાં..

જાત પાત ના જુએ રામજી,
ભાવ નિખાલસ ધરીએ.
ભીલડી સમ ભક્તિ કરીએ,
ને રામજી હૈયે વસીએ રે.
બોર એંઠા જે મીઠડાં..

બોર એંઠા જે મીઠડાં,
રામે શબરીનાં ચાખ્યાં રે.
વનવગડાંની બોરડીએથી,
હાથે વીણી રાખ્યાં રે.
બોર એંઠા જે મીઠડાં..

✍️ ડૉ. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા..
તારીખ:- ૧૬/૦૩/૨૦૨૪..

©Jaykishan Dani #ramayan
નામ:- ડો. વિરેન્દ્ર ડોલાસિયા 'નિજ'
શીર્ષક:- મીઠડાં બોર

બોર એંઠા જે મીઠડાં,
રામે શબરીનાં ચાખ્યાં રે.
વનવગડાંની બોરડીએથી,
હાથે વીણી રાખ્યાં રે.
બોર એંઠા જે મીઠડાં..

વીણી વીણી બોર તે સઘળાં,
રોજ ઝૂંપલડીએ લાવે.
ચાખી ચાખીને મીઠાં મીઠાં,
એકબાજુએ તારવે રે.
બોર એંઠા જે મીઠડાં..

સાચી ભક્તિ તો શબરીની જેને, 
આંગણ અયોધ્યા રાજા આવ્યાં.
વરસોથી વાટલડી નીરખતાં,
નેણલાં આજ છલકાયાં રે.
બોર એંઠા જે મીઠડાં..

જાત પાત ના જુએ રામજી,
ભાવ નિખાલસ ધરીએ.
ભીલડી સમ ભક્તિ કરીએ,
ને રામજી હૈયે વસીએ રે.
બોર એંઠા જે મીઠડાં..

બોર એંઠા જે મીઠડાં,
રામે શબરીનાં ચાખ્યાં રે.
વનવગડાંની બોરડીએથી,
હાથે વીણી રાખ્યાં રે.
બોર એંઠા જે મીઠડાં..

✍️ ડૉ. વિરેન્દ્ર મોરારજી ડોલાસિયા..
તારીખ:- ૧૬/૦૩/૨૦૨૪..

©Jaykishan Dani #ramayan