અંતરના દ્વાર બંધ છે બાકી બધું બરાબર છે ભક્ત બધા અંધ છે બાકી બધું બરાબર છે એકાદ સિંહ પણ શોધવો મુશ્કેલ છે અહીંયા ઘેટાંના ટોળાનો સંઘ છે બાકી બધું બરાબર છે વાસ્તવિકતાથી તો જોજન દૂર જતા રહ્યા છે ખ્વાબ ને તરંગ છે બાકી બધું બરાબર છે નકાબની પાછળ પણ બીજા બે નકાબ છે જિંદગી જાણે વ્યંગ છે બાકી બધું બરાબર છે સાત સમંદર પાર ઉડીને જવાની ઈચ્છા હતી તેની પિંજરમાં બંધાયેલ પંખ છે બાકી બધું બરાબર છે સોંદર્ય પ્રસાધનોની કમાલ છે ચળકાટ પાછળ ચહેરો તંગ ને હૃદય ભંગ છે બાકી બધું બરાબર છે વાતાનુકૂલિત કક્ષમાં સૂતા છે મહાશય, ને ઉકળાટ અંગેઅંગ છે બાકી બધું બરાબર છે જયકિશન દાણી ૨૧-૦૮-૨૦૨૪ ©Jaykishan Dani #citylife