White *ખબર જ ના પડી* બાળપણ ની રમત રમતા રમતા, ક્યારે મોટા થઈ ગયા ખબર જ ના પડી. મોટા થયા ને જવાબદારી નિભાવતાં, કયારે સંસારમાં અટવાઈ ગયા ખબર જ ના પડી. જે માતા પિતાનાં ખોળામાં રમ્યા, એ કયારે દિવાલ પર લટકતી તસવીર બની ગયાં, ખબર જ ના પડી. ભાવના ભર્યા સંબંધો જાળવતાં, કયારે લાગણીઓ હણાઈ ખબર જ ના પડી. સંયુક્ત કુટુંબમાં સંપથી રહેતા, કયારે વિભક્ત કુટુંબ થયું ખબર જ ના પડી. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #raksha_bandhan_2024 ખબર ન પડી... #nojoto❤