Nojoto: Largest Storytelling Platform

કંઈ નથી આવવાનું જોડે જાણીને છુટ્ટે હાથે વપરાયો છું

કંઈ નથી આવવાનું જોડે જાણીને છુટ્ટે હાથે વપરાયો છું!
 કર્મ એજ ભક્તિ ગણી પ્રભુ ચરણે પથરાયો છું!

મીરાની જેમ પીધા ઝેર કટોરા જગતના,
શ્યામ તારા શરણનો શણગાર થવા લજવાયો છું..!

આવ હજુ કૃષ્ણ કેટલી વાર 
તવ સંગાથ ને પામવા રાધા થઈ વરતાયો છું!

છે જીવનનો આનંદ પ્રભુ આપ્યો પ્રસાદ જે,
સુખ દુઃખમાં સમતા રાખી આ મંચપર ભજવાયો છું!

છે તેનો આનંદ ને નથી તેનો શો વ્યંગ?
હું ભીતરથી ભીંજાઈ ને બહારથી મલકાયો છું!

કંઈ નથી આવવાનું જોડે જાણીને છુટ્ટે હાથે વપરાયો છું!
કર્મ એજ પ્રભુ ભક્તિ ગણી પ્રભુ ચરણે પથરાયો છું!

©NARSINH PRAJAPATI
  #Poer_Narsinh