Nojoto: Largest Storytelling Platform

આવો જો તમે તો ગમશે બધાને, બસ નજર મારા પર રાખજો તમે

આવો જો તમે તો ગમશે બધાને,
બસ નજર મારા પર રાખજો તમે.
નીકળ્યા છે ઘણા માખી ના ટોળા,
બસ મધના પુડા સાચવજો તમે.
આમ તો શહેર બહુ બદલાયું છે,
બસ ખોવાવો તો સાદ પાડજો તમે.
પથ્થરના મન બની ગયા હશે ઘણા,
એક સ્મિત ત્યાં રેલાવજો તમે.
'હર્ષ' એ વાતથી બદલાયો નથી,
જ્યાં છો એ જગ્યા સાચવજો તમે.

©Harsh Patel
  #hibiscussabdariffa 
#Love 
#feelings