Nojoto: Largest Storytelling Platform

स्कूल का पहला दिन આપણું સ્વર્ગ એટલે આપણી નિશાળ ના

स्कूल का पहला दिन આપણું સ્વર્ગ એટલે આપણી નિશાળ  ના દિવસો ચાલો પાછા આજે તાજા કરીએ...

આ એ દિવસોની વાત છે જયારે શર્ટ ઉપર રહેલા કોલરને જાણ પણ નહોતી કે ઊંચા કઈ રીતે રહેવાય. આ એ દિવસોની વાત છે જયારે ખિસ્સામાં એક-બે રૂપિયાના સિક્કા અને ચણીબોર રહેતા. આ નિશાળ ના દિવસો ની વાત છે. આ એ દિવસો ની વાત છે જયારે શાળા ની બહાર મળતા તીખા કાકડી-ભૂંગળા અને પેપ્સી કોલા આપણા માટે મોજ હતી...

આપણી પાસે પેન્સિલ હોય તો પણ, વર્ગખંડ માં ગમતી છોકરી પાસે થી , જે પેન્સિલ તે છોકરી વાપરે છે, એ જ પેન્સિલ માંગવાની ! અને પેલી ગમતી છોકરી એ પેન્સિલ આપી દે , તો મિત્રો માં વટ પડી જતો, એ દિવસો ની વાત. ટૂંક માં કહું, તો સ્વર્ગ ની વાત. નિશાળ ની વાત.....

ચાલુ વર્ગખંડે, બાજુ માં બેઠેલા એક મિત્રની વાત ઉપર, આપણી સાથે ખડ ખડાટ હસી પડતી નિશાળ ને યાદ કરી ને........ભવિષ્ય માં આપણને રડવું પણ આવશે, એવું તો નિશાળે કહેલું નહી.
નિશાળ માં ઘરેણાં પહેરી ને જવાની મનાઈ હતી.....પણ નિશાળ પોતે જ , રોજ આપણ ને અઢળક સોનાની વસ્તુઓ આપતી. મારા સોનેરી દિવસો, નિશાળના વર્ગખંડના પ્રથમ બાંકડાની નીચે ( જ્યાં ચોપડીઓ રાખતા ત્યાં ) મેં સાચવીને રાખેલા. નિશાળમાં થી નીકળતી વખતે, એ સોનેરી દિવસોને દફતરમાં મુકવાનું પણ નિશાળે મને યાદ કરાવ્યું નહી.

નિશાળ ને એમ કે એ દિવસો ને યાદ કરી ને હું રડીશ. મારા એ દિવસો, નિશાળે પોતાની પાસે જ રાખી લીધા કારણ કે કોઈ પણ વાત ઉપર હું રડું એ મારી નિશાળ ને આજે પણ મંજુર નથી. આ નિશાળ એનું માતૃત્વ ક્યારેય છોડશે નહી. કન્યા વિદાય ની જેમ, નિશાળે જયારે મને વિદ્યાર્થી વિદાય આપેલી, ત્યારે એ દિવસે મારા કરતા વધારે મારી નિશાળ રડેલી. મે નિશાળને ખુબ વિનંતી કરી છતાં પણ , મને દહેજ માં ફક્ત શિક્ષણ જ આપ્યું, શિક્ષકો નહી. મારે તો શિક્ષકો પણ સાથે લઇ જવા’તા
આગળ .....
join instagram
devang_limbani_offical
-Devang Limbani #SchoolKaPehlaDin