Nojoto: Largest Storytelling Platform

*વરસાદ* *તારા વીના નો મારો પહેલો વરસાદ* તારી યાદ

*વરસાદ*

*તારા વીના નો મારો પહેલો વરસાદ*

તારી યાદમાં રડી રહી છું હું,
પ્રભુ પણ કોઈની યાદમાં તડપતો હોત
 તો સારું હોત.

જિંદગી અંધકાર ભરી લાગે છે આજ,
રોશની અંતરના અંધકારને ભગાડતી હોત
 તો સારું હોત.

અલગ રહી નથી જીવી શકાતું હવે,
તું હર ક્ષણ સતત મારી સાથે જ હોત 
તો સારું હોત.

વરસાદ રુપી રડે છે વાદળો પણ સતત,
અવનિને અંબરનું મિલન ક્ષિતિજ રૂપ કલ્પના જ ના હોત તો સારું હોત.

આકાશ તો વરસાદથી પ્રેમરૂપ વરસી પડે છે અવનિ પર,
કાશ! આ અવનિ પણ કોઈના પ્રેમથી ભીંજાઇ શકતી હોત તો સારું હોત.

તું તો રાજ કરે છે મારા તન મન  ધન પર,
કાશ! હું પણ તારા દિલો દિમાગ ની રાણી હોત
 તો સારું હોત.

અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' 
શિક્ષિકા ત્રાપજ હાઈસ્કૂલ poem
#raindrops
*વરસાદ*

*તારા વીના નો મારો પહેલો વરસાદ*

તારી યાદમાં રડી રહી છું હું,
પ્રભુ પણ કોઈની યાદમાં તડપતો હોત
 તો સારું હોત.

જિંદગી અંધકાર ભરી લાગે છે આજ,
રોશની અંતરના અંધકારને ભગાડતી હોત
 તો સારું હોત.

અલગ રહી નથી જીવી શકાતું હવે,
તું હર ક્ષણ સતત મારી સાથે જ હોત 
તો સારું હોત.

વરસાદ રુપી રડે છે વાદળો પણ સતત,
અવનિને અંબરનું મિલન ક્ષિતિજ રૂપ કલ્પના જ ના હોત તો સારું હોત.

આકાશ તો વરસાદથી પ્રેમરૂપ વરસી પડે છે અવનિ પર,
કાશ! આ અવનિ પણ કોઈના પ્રેમથી ભીંજાઇ શકતી હોત તો સારું હોત.

તું તો રાજ કરે છે મારા તન મન  ધન પર,
કાશ! હું પણ તારા દિલો દિમાગ ની રાણી હોત
 તો સારું હોત.

અવનિ પંડ્યા જાની 'તૃષ્ણા' 
શિક્ષિકા ત્રાપજ હાઈસ્કૂલ poem
#raindrops