Nojoto: Largest Storytelling Platform

*આજે નવું વર્ષ* ( નૂતનવર્ષાભિનંદન ) લેખ... ૫-૧૧-૨૦

*આજે નવું વર્ષ* ( નૂતનવર્ષાભિનંદન ) લેખ... ૫-૧૧-૨૦૨૧

આવ્યું આજે નવું નવું નવું વર્ષ.. આજે નવલું રૂપ ધરીને નવું નકોર વર્ષ આવ્યું છે તો એને ઉરનાં ઉમળકાથી વધાવી લો... જૂનાં વર્ષ દરમિયાન થયેલા મનમોટાવ અને મનદુઃખને ભૂલીને નવી શરૂઆત કરવી જોઈએ જેથી કરીને સંબંધોમાં કડવાશ દૂર થાય અને નવું વર્ષ ફળદાયી બની રહે..
આ નવું વર્ષ એકમેક ઉપર વ્યવહાર થકી અને માણસાઈથી વરસ્યા કરવા માટેનો શુભ સંદેશો લઈને આવે છે તો નવાં વર્ષનાં વધામણાં કરવા અને ભાવના સભર વ્હાલ ને નાનાં મોટાં ને આપીએ અને જિંદગીને સુખમય બનાવીએ... સંબંધોમાં તિરાડ પડી હોય એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને અનારધાર મન મૂકીને વરસતાં વાદળ બની જઈએ તો એક નવો સૂરજ ઉગશે જે તમને હર્ષોલ્લાસથી ભરી દેશે...
આ દુનિયામાં દરેકનાં જીવનમાં મુશ્કેલીઓ છે તો આપણાંથી થાય એ પ્રયત્ન કરીને કોઈને ઉપયોગી બનીએ..
આ ક્ષણભંગુર જિંદગીનો અંત ક્યારે આવશે એ કોઈ જાણતું નથી પણ આપણને આજ મળી છે એને આનંદમય બનાવીએ એ આપણાં હાથની વાત છે માટે જ નવાં વર્ષને આવકારવા તૈયાર થઈ જઈએ અને જૂની વાતો છોડીને નવા દિવસોનો નવાં સ્વરૂપે માણીએ..
નવું વર્ષ ફળદાયી બની રહે એવી શુભેચ્છાઓ..
નૂતનવર્ષાભિનંદન... સાલમુબારક..
ખુશ રહો.. સ્વસ્થ રહો..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt Happy new year...#Nojoto

#Diwali

bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon54