Nojoto: Largest Storytelling Platform

હવામાં તું, ફિઝામાં તું, વૃક્ષોની આ ઘટામાં તું. ન

હવામાં તું, ફિઝામાં તું,
વૃક્ષોની આ ઘટામાં તું.

નદીઓમાં તું, ઝરણાંમાં તું,
પાણીના ઊંડા સાગરમાં તું.

મનમાં તું, ને તનમાં તું,
મારી તો રગેરગમાં તું.

ભૂમિ પર તું, ગગનમાં તું,
મારી ભીની યાદોમાં તું.

અત્ર તું અને તત્ર તું,
અત્ર-તત્ર જ નહિ સર્વત્ર તું.

કાગળમાં તું, કલમમાં તું,
મારા દરેક શબ્દોમાં તું.

જાગતાં તું ને સૂતાં તું,
અને સપનાંઓમાં તું.

જીવનમાં તું, મૃત્યુમાં તું,
મારી અંદર ભીતરમાં તું.

- ઝરણા દાયમા✍️ #Love #Nojoto #story #writing #gujarati #Poetry
હવામાં તું, ફિઝામાં તું,
વૃક્ષોની આ ઘટામાં તું.

નદીઓમાં તું, ઝરણાંમાં તું,
પાણીના ઊંડા સાગરમાં તું.

મનમાં તું, ને તનમાં તું,
મારી તો રગેરગમાં તું.

ભૂમિ પર તું, ગગનમાં તું,
મારી ભીની યાદોમાં તું.

અત્ર તું અને તત્ર તું,
અત્ર-તત્ર જ નહિ સર્વત્ર તું.

કાગળમાં તું, કલમમાં તું,
મારા દરેક શબ્દોમાં તું.

જાગતાં તું ને સૂતાં તું,
અને સપનાંઓમાં તું.

જીવનમાં તું, મૃત્યુમાં તું,
મારી અંદર ભીતરમાં તું.

- ઝરણા દાયમા✍️ #Love #Nojoto #story #writing #gujarati #Poetry