Nojoto: Largest Storytelling Platform

જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત , ડા

જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત ,
ડાળ ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત .

નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપી નું ગુજરાત ,
કાવ્યરસ માં સદા બહેકે ગુજરાત.

સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત,
બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત.

નોરતામાં જો કેવું ગરબે ઘૂમે ગુજરાત,
માં અંબેના નારા થી જો લહેકે ગુજરાત .

જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતું મારું ગુજરાત,
પરોઢિયે ડાકોર ને દ્વારકા માં ગહેકે ગુજરાત .

નીરવ રાજાણી "શાદ"
+
યોગી ઠક્કર "પલ" #gujarat