Nojoto: Largest Storytelling Platform
rajanispoetry1652
  • 11Stories
  • 6Followers
  • 53Love
    6Views

Nirav Rajani "શાદ"

  • Popular
  • Latest
  • Video
adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

नृत्य करत नंदकिशोर आज ।

प्रभु सुख काज़ एहि लीला भई,
उदित भयो चंद पूरब ओर आज।

ततपर भई रास को गोपी जब,
प्रगटे मध्य गोपि नयन चकोर आज।

श्री राधा संग मध्य में ठाड़े भये,
निर्त्तत गोपी बनी भावविभोर आज।

बनी शरदपूर्णिमा की राति ऐसी,
"दास नीरव"निरख होय भावविभोर आज।

©Nirav Rajani "શાદ" #Navvilas

#Krishna
adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

कान नटखट ठाडो दानघाटी पर,
गोप ग्वाल संग गोरस दान लेन।

श्रमित भये ग्वाल संग खेल आज,
पिलाओ छाछ हम व्रजराय कहे।

तुम नहीं भूपाल! तोहे जानत लाल,
अति नटखट तुम,चतुर सुजान जान दे।

काहे करत रार ? बाबा नंद के लाल,
मारग छोड़ तोहे नंदराय की आन देत।

हम बाल भूपाल कहावे व्रजराज,
तुम नव नागरी मोको आज दान दे।

मीठो गोरस लागत,भर्यो तेरी गागर,
मनमाने सो कीजै,हमें गोरस दान दे।

लो हठीले लाल,जिमावु गोरस,
अब छोड़ी बांह, कुंवरी जान दे।

कान्हा पावत दान,मृदु मुस्काय सुजान,
बड़भागी श्री वृषभानकुमारी  दान देत ।

यह लीला छवि,निरखत नृत्यत "नीरव",
गोविंद आरोगे गोरस राधाजू प्रेम सो देत ।

©Nirav Rajani "શાદ"
  दान लीला 
अंतः स्फुरित

दान लीला अंतः स्फुरित #Poetry

adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

શીર્ષક :-વર્તનમાં બદલાવ

હરિવન ... નામ પ્રમાણે હરિયાળું અને સદાય પશુપંખીઓના કિલ્લોલથી ગુંજતું નગર તથા સૌંદર્યનું સામ્રાજ્ય કેટલાયે સમયથી શાંત હતું.કોરોનાના લીધે મહારાજા સિંહએ આપતકાલીન બેઠક બોલાવી લોકડઉનનો આદેશ આપ્યો હતો. હવે સધળા લોકોને બહાર વિહરવા પ્રતિબંધ હતો.
બધાં જ ઘરમાં પુરાઈને બેસી રહ્યા હતા. લોકડાઉનને હજુ અઠવાડિયું પણ નહીં થયું હોય ત્યાં જ સસલાના બચ્ચાંઓ સસુ1 અને સસુ 2 ઘરમાં મંડી પડ્યા તોડ-ફોડ કરવા.ફ્લાવર પોટ તોડશે ને ટી.વી.નું રિમોટ પછાડશે ને એ ય ધમાલ કર્યો કરશે આખો દિવસ,પણ અસંસ્કારી વર્તન તમને ક્યાંય જોવા નહીં મળે. ભલે પછી મોટો ભાઈ વઢયો હોય કે નાના ભાઈએ મસ્તી કરી હોય ધમાલ સિવાય એ બે બચ્ચાઓ રામાયણ વાંચતા મા-બાપ પાસે બેસતા અને સારી વાતો શીખતાં.
બીજી બાજુ શિયાળના બચ્ચા આખો દિ મોબાઈલ હામુ પડ્યા રે. મિર્ઝાપુર વેસિરિઝ જોશે ને પબજી રમશે ને એ. ય ને બપોરે બાર વાગે મેચ હારે એટલે ગુસ્સો મા પર ઉતારશે. મોટો પંજી કે'શે"એલી એય મા, ખાવાનું બનાવ્યું કે નહીં, અહીં ભુખ લાગે છે તને હું ખબર પડે કેટલા મથીયે છીએ હવારના, જલ્દી કર." ને નાનો ટુજી તો રસોડા માં જ પહોંચી જશે ને રોટલી કરતી મમ્મીને હેરાન કરવા લાગશે અને પાછી રોટલી બળી જાય તો ય નો હાલે ટુજી તોય પાછો માને જ વળકા ભરશે. ગુમાન શિયાળના ઘર જેવી જ હાલત કેશુ કાગડા, શામુ ગીધ,રામી કોયલ અને શ્યામી મેનાના ઘરની હતી. એક દિવસ કેશુ કાગડો, શામુ ગીધ,રામી કોયલ અને શ્યામી મેના એ ઝૂમ પર મિટિંગ કરી અને નક્કી કર્યું કે આપણા છોકરાઓને સસ્સા રાણાને ત્યાં ટ્યુશનમાં મૂકી દઈએ સસ્સા રાણા આમને બધું જ શીખવડી દેશે.મિટિંગના અંતે નક્કી થયું કે છોકરાઓને સસ્સા રાણાને ત્યાં જ મૂકવામાં આવે અને
બધા લીવ થઈ જાય છે. બે દિવસ પછી સસ્સા રાણા બધાં બાળકોને લઈ જંગલની એવી જગ્યા એ ચાલ્યા ગયા જે કોઈ મા-બાપને ખબર ન્હોતી. તેઓ ટ્યુશન આપવાનું શરૂ કરે છે. "તો બાળકો આજે આપણે શીખીશું આ મહામારીના સમયમાં ......ત્યાં જ દોઢ ડાહ્યો પંજી બોલ્યો "ઓ સાહેબ આ બધું શું ટાઈમપાસ કરો છો, પબજી રમવા દયો પબજી."
સસ્સા રાણાએ પંજીને શાંત કર્યો ને બેસાડ્યો"બેસ અહીં ચૂપચાપ પબજી વાળી.અહીં ના તો તારો મોબાઈલ છે કે ના એનું નેટવર્ક,પડ્યો રે બેટા."પંજી ભોંઠો પડ્યો ને સમજવા લાગ્યો.
દસ દિવસ પછી જ્યારે સસ્સા રાણા બધાં બાળકોને લઈને પાછા આવ્યા ત્યારે તેમનું વર્તન જોઈને તેમનાં મા-બાપ અવાક થઈ જાય છે ને સસ્સા રાણાનો ખૂબ આભાર માને છે.

નિરવ રાજાણી "શાદ"

©Nirav Rajani "શાદ" #changeinbehaviuor

#Journey
adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદા મહેકે ગુજરાત ,
ડાળ ડાળ પર વનની અહર્નિશ ચહેકે ગુજરાત .

નર્મદ ને નરસિંહનું તો છે આ કલાપી નું ગુજરાત ,
કાવ્યરસ માં સદા બહેકે ગુજરાત.

સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત,
બલિદાનના રંગ કેસરિયે સદા દહેકે ગુજરાત.

નોરતામાં જો કેવું ગરબે ઘૂમે ગુજરાત,
માં અંબેના નારા થી જો લહેકે ગુજરાત .

જય શ્રી કૃષ્ણ થી શરૂઆત કરતું મારું ગુજરાત,
પરોઢિયે ડાકોર ને દ્વારકા માં ગહેકે ગુજરાત .

નીરવ રાજાણી "શાદ"
+
યોગી ઠક્કર "પલ" #gujarat
adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

#JalFlute
adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

હો સફરમાં જો તમે તો સાથ જેવું હોય છે ,
જો ન હો તો તો મને એ ઘાત જેવું હોય છે .

પીવડાવ્યો પ્રેમરસ તે ને કર્યો છે તૃપ્ત તે ,
પ્રેમરસ જો હોય તો એ વ્યાપ જેવું હોય છે .

સાથ દેતાં'તાં સફરમાં આપતાં'તાં જામ પણ ,
સોમરસ જો ના મળે તો કાળ જેવું હોય છે.

છે એ સરગમ જો મળે તારી અને મારી તો એ ,
આભ ધરતી પર જો એ તો રાગ જેવું હોય છે.

"શાદ" તો નીરવ થયો પણ જો તમે બોલાવશો ,
મૌન ને નિઃશબ્દ દિલને વાત જેવું હોય છે . #footsteps
adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

બંધારણ:-
લગાગા*૪
હવે નામ ગિરિધર લખી લો ગઝલ માં
ચમત્કાર એના વણી લો ગઝલ માં

તમે ના કહો પણ કરે પ્રેમથી એ ,
એ ઉપકાર એના સ્મરી લો ગઝલમાં.

મનોમન જુઓ તો પ્રભુ ભાસ શે ત્યાં ,
છબી એ મનોહર ધરી લો ગઝલમાં.

 કરમને ધરમથી જરા જોડી દેજો ,
ભવોભવનું ભાથું ભરી લો ગઝલમાં

હવે કોણ તારે ફક્ત એક આશા ! ,
"નિરવ"ભવ સમંદર તરી લો ગઝલમાં.

નીરવ રાજાણી "શાદ"

adfdf058467fb0188975b253a4eeaec7

Nirav Rajani "શાદ"

વિષય : ઢળતી સાંજ
➖➖➖➖➖➖➖

વરસાદી એ સાંજમાં જોવી એની રાહ એ ક્યાં સહેલું હતું ,
ઢળતી સાંજ માં એની ભરવી આહ એ ક્યાં સહેલું હતું.

ઇચ્છતો હતો હું સાથ એનો વરસાદમાં,
પણ વરસાદમાં પામવી એની ચાહ એ ક્યાં સહેલું હતું.

નથી મારી સાથે તું છતાંયે આનંદ વરસાદનો ,
"નીરવ" એના વગર પામવી વરસાદની દાહ એ ક્યાં સહેલું હતું.

નીરવ રાજાણી "શાદ"
વડોદરા ©️ #river #Beautifulevening
loader
Home
Explore
Events
Notification
Profile