એકલો એકલો ફર્યા કરે છે આભ માં આ ચાંદ, નક્કી રાતભર ઉષા ને શોધ્યા કરે છે આ ચાંદ..! રાત ને પણ અજવાળી કરી દે છે આ ચાંદની , નક્કી રાતભર કોઈની યાદમાં બળે છે આ ચાંદ..! વાદળો સાથે છુપાછુપી રમે છે આ ચાંદ, ને તારલાઓ ને ઈર્ષામાં બાળે છે આ ચાંદ..! આભમાં લાગે જાણે હોય તારા લલાટ ની કોઈ બિંદી, પૂનમની આ રાત ને શોભાવે છે આ ચાંદ..! ઉછીના કિરણો લઈને રૌશન કરે છે રાત ને , સૂરજદાદા થી એટલે જ નાસતો ફરે છે એ ચાંદ..! ઇમરાન પઠાણ 'અમન' ©imran pathan #Moon આ ચાંદ..