પડ્યાં છે ઉંધા જીંદગીનાં સૌ પાસાં, તારી હાર છે નિશ્ચિત, તું રાહ ન જો! કહેતાં હતાં ક્યારેય હું દૂર ન જાઉં તારાથી, આજે એ જ છે બદલાયાં, તું રાહ ન જો! દર્દ, ઉદાસી, પીડા તારાં સૌ સાથી'ને સંગાથી. હવેથી ખુશીની એક લહેર ન આવે, તું રાહ ન જો! જીવન એટલુંય સીધું નથી જેટલું સમજીએ છીએ ઉતાર ચઢાવ તારે જ પસાર કરવાનાં, તું રાહ ન જો! પારકાં છે એ પારખી ન શક્યાં, ને ભ્રમમાં રહ્યાં એ આપણાં નહીં જ બને, કોઈની તું રાહ ન જો! ગમે એટલું બોલાવો તો પણ એ ક્યાં સાંભળે છે? માધવ પણ અજાણ થયો, હવે તો તું રાહ ન જો! જીવન જીવવાની એક જ તો છે ફિલસૂફી, જાતે જ મોજમાં રહેવું, બીજાની તું રાહ ન જો! -"કુંજદીપ" ©Kinjal Pandya #StandProud