Nojoto: Largest Storytelling Platform

પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એ

પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે.
આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે..
તેના કારણો અલગ હોયછે..
પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી છે.
પહેલાં એક સમય હતો કે લોકો પગમાં કંઇ પણ પગરખાં પહેર્યા વગર નિશાળે જતા..ખેતરે જતા..ને ગામમાં પણ ફરતા..તે સમયે એક ચંપલ લેવું બહું કઠીન હતું
ઘણાને એવી ટેવ હતી કે તે પગમાં કંઇપણ ના પહેરે..ને પહેરે તો તેને ગમે નહીં તો ઘણાને એક મજબુરી હતી ખરીદવાની..
આજે તો પગરખાંની કોઇ કિંમત રહી નથી..રોજ નવા નવા પહેરવાના..જાણે કોઇ કપડાના ડ્રેસની જોડી હોય..
પણ હજી ઘણા માણસોના જીવ એવા પણ હોયછે કે જયારે તેઓ મંદિરોમાં જાયછે તો દર્શન કરતી વખતે તેમના મનમાં એક જ ચિંતા સતાવતી હોયછે કે બહાર કાઢેલા મારા ચંપલ બુટ સલામત હશે કે કોઇ નવા જોઇને પહેરી ગયું હશે! એતો હવે બહાર નીકળ્યા પછી ખબર પડે કે તે છે કે નહીં!

પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે. આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે.. તેના કારણો અલગ હોયછે.. પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી છે. પહેલાં એક સમય હતો કે લોકો પગમાં કંઇ પણ પગરખાં પહેર્યા વગર નિશાળે જતા..ખેતરે જતા..ને ગામમાં પણ ફરતા..તે સમયે એક ચંપલ લેવું બહું કઠીન હતું ઘણાને એવી ટેવ હતી કે તે પગમાં કંઇપણ ના પહેરે..ને પહેરે તો તેને ગમે નહીં તો ઘણાને એક મજબુરી હતી ખરીદવાની.. આજે તો પગરખાંની કોઇ કિંમત રહી નથી..રોજ નવા નવા પહેરવાના..જાણે કોઇ કપડાના ડ્રેસની જોડી હોય.. પણ હજી ઘણા માણસોના જીવ એવા પણ હોયછે કે જયારે તેઓ મંદિરોમાં જાયછે તો દર્શન કરતી વખતે તેમના મનમાં એક જ ચિંતા સતાવતી હોયછે કે બહાર કાઢેલા મારા ચંપલ બુટ સલામત હશે કે કોઇ નવા જોઇને પહેરી ગયું હશે! એતો હવે બહાર નીકળ્યા પછી ખબર પડે કે તે છે કે નહીં!

Views