Nojoto: Largest Storytelling Platform

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું, લાગણી પોપડાની જ

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું,
લાગણી પોપડાની જેમ દિવાલે છે ક્યાંક હજી.
અેક સમયે પ્રેમ ની કિલકારીઓ ગુંજતી,
હવે હિબકા ભરુ તો પણ પડઘા પડે છે.

પહેલા તો પવન છેક અંદર સુધી આવી
 કેલેન્ડર ના પાના ઉથલાવતો,
ક્યારેક તો રસોડામાં જઈને ગેસ હોલવી નાખતો,
ને ક્યારેક તો વાળેલા કચરા ને ફરી ઘરમાં લઈ આવતો,
હવે ગુસ્સામાં બારીઓ ખખડાવી જતો રહે છે.

અરીસા જોડે બીંદી છે તારી, દીવાલ પર ચોંટેલી,
આપણે શાક માર્કેટ ગયા'તા ને લીધી હતી એ જ
ને કાંસકી માં તારા વાળ પણ છે, એમ ને એમ જ
આંગળીએ ગોળ ગોળ વિંટાળીને કાંસકીએ ભરાવતી ને તું,

જીંદગી નુ મકાન અચાનક ખાલી થઈ ગયું,
લાગણી પોપડાની જેમ દિવાલે છે ક્યાંક હજી.
અેક સમયે પ્રેમ ની કિલકારીઓ ગુંજતી,
હવે હિબકા ભરુ તો પણ પડઘા પડે છે.

 #poetry #gazal #gujarati #gujaratipoet #gujaratiquote #shayari #challenge #motabhai