મહાભારત ની શરુઆત થી અંત સુધી તમામ ક્ષણે શ્રી કૃષ્ણ જ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ માં હતા. આધુનિકતા ના મહાભારત માં વ્યક્તિ પોતાની અંદર જ કૌરવો-પાંડવો વચ્ચે લડતો રહેશે અને થાકીને થેરાપિસ્ટ પાસે જશે અથવા ધર્મગુરુ પાસે. હવે બંધ ઓરડામાં શું ચાલે એ એમાં પુરાયેલા ને જ ખબર હોય બહાર થી આવેલા ને શું ખબર હોય??? એટલે જ તો આત્મશક્તિ, મનોબળ, ઇચ્છાશક્તિ અંત સુધી શ્રી કૃષ્ણ ની જેમ વ્યક્તિ ની સાથે જ રહેવાના છે પણ એમને સારથી બનાવવા કે નહીં એ વ્યકિતગત બાબત છે. હંમેશા પોતાની ગાડીમાં જ સવારીની મજા આવે, જ્યારે આપણી ગાડીનુ સંચાલન અન્ય ના હાથ માં હોય એટલે મંજિલ દુર જ લાગશે. #yqmotabhai #yqgujarati #ગુજરાતી #જીવન #મહાભારત