Nojoto: Largest Storytelling Platform

ગઝલ: જોયો જ નહીં... છંદ બંધારણ : ગાલગાગા *૩ ગાલગા

ગઝલ: જોયો જ નહીં... 
છંદ બંધારણ : ગાલગાગા *૩ ગાલગા

હું મને ખોયા પછી કોનો હતો, જોયો જ નહીં... 
હાથ બરબાદી ભણી મારો હતો, જોયો જ નહીં... 

રાત વીત્યા બાદ સાચી, ના ખબર થઈ ટાઢમાં, 
તાપણામાં હાથ તો બાળ્યો હતો, જોયો જ નહીં... 

વાત કરવા આંગણે આવી પરત પણ થઈ ગયા, 
બોલવાનો આ જ તો મોકો હતો, જોયો જ નહીં... 

કેમ સૌ ડરતા હતાં, એ મોત! તારી છાંયથી, 
દિલ અમે આપી કર્યો સોદો હતો, જોયો જ નહીં....

હાસ્યમાં દર્દો છુપાવી ક્યાં સુધી ફરશો  "ક્ષિતિજ",
એક તો રડવા ઘરે ખૂણો હતો જોયો જ નહીં...

✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
સુરેન્દ્રનગર, ગુજરાત gazal... 
#trending #new #Gujarati #gazal #દેવર્ષિ #વ્યાસ #ક્ષિતિજ