White સરખામણીનો ક્યારેય કોઈ અંત જ આવતો નથી. જે માણસ પોતાની સરખામણી બીજા સાથે કરે છે, એ બીજી વ્યક્તિને શ્રેષ્ઠ કે આદર્શ માની લેતો હોય છે. એના જેવા થવાનો પ્રયાસ કરતો રહે છે. આપણે જ્યારે કોઈના જેવા થવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણા જેવા રહેતા નથી. આપણે એ વાત સ્વીકારી શકતા નથી કે, હું જુદો છું, હું અલગ છું, હું યુનિક છું. હું બીજા જેવો હોઈ જ ન શકું! એટલે મારે મારા જેવું જ બનવાનું છે. મારે એ જ વિચારવાનું છે કે, હું મારામાં કેમ બેસ્ટ બનું.. ©writer Devang Limbani #love_shayari comparison