Nojoto: Largest Storytelling Platform

બોધ વાર્તા એક વખત એક ગામમાં ત્રણ વ્યક્તિઓ આવી રહ્ય

બોધ વાર્તા
એક વખત એક ગામમાં ત્રણ વ્યક્તિઓ આવી રહ્યા હતા. ગામના પાદરમાં એક સંત બેઠા હતા સંતે પૂછ્યું તમે કોણ છો અને ક્યાં જઇ રહ્યા છો? આ ત્રણેમાંથી એકે કહ્યું હું મૃત્યુ છું, બીજાએ કહ્યું બીમારી છું ,અને ત્રીજાએ કહ્યું હું ભય છું.
સંતે તેમને રોક્યા અને કહ્યું હું તમને 
ગામની અંદર જવા નહી દઉં. ત્રણેય વ્યક્તિઓ બોલ્યા અમારે ગામની અંદર જવું જ પડશે. દરેક મનુષ્યને કર્મનું ફળ આપવું પડશે એ સંસારનો નિયમ છે.
સંતે કહ્યું મને કહો તમે કેટલા લોકોના જીવન લઈ જશો તો બીમારી એ કહ્યું હું ૧૦ લોકોને, મૃત્યુ એ કહ્યું હું પાંચ લોકોને લઈ જઈશ ભય એ કહ્યું હું 
એક પણ વ્યક્તિને નહિ લઈ જાઉ.
ત્યારબાદ ત્રણેય લોકો ગામમાં જાય છે અને થોડા દિવસ પછી બહાર નીકળે છે. બીમારી  અને મૃત્યુ સાથે તો એમના કહ્યા મુજબ ની સંખ્યા હતી, પણ ભયની પાછળ ખૂબ જ લાંબી લાઈન હતી. સંતે ભયને પૂછ્યું કે તમે એક પણ વ્યક્તિ લઈ જવાના ન હતા, તો આટલા બધા લોકોના જીવન કેમ લઈ જાઓ છો?
તો ભયે જવાબ આપ્યો ગુરુજી હું આમાંથી કોઈ ને લઈ જતો નથી. પરંતુ આ બધા ખુદ મારી સાથે પાછળ ચાલી આવે છે.
 "બોધ"
બીમારી કે મૃત્યુ કરતા ભય વધારે હાનિકારક છે.
ભય રાખ્યા વિના આનંદથી અને તંદુરસ્ત જિંદગી જીવીએ. હંમેશા મનમાં પોઝિટિવ વિચારો કરીએ.

©Hiren jadav #soty

hirenjadav6036

Hiren jadav

New Creator