Nojoto: Largest Storytelling Platform

108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્ય

108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્યારે જયાં ને ત્યા નાનો મોટો રોડ એકસીડન્ટ થાય એટલે એક ફોન કરવાથી પાંચ થી દશ મિનિટમાં આ ગાડી એકસીડન્ટ વાળી જગ્યાએ આવીને ઉભી થઇ જાયછે..ઘાયલ વ્યકતી હોય કે મરણ પામેલ વ્યકતિ હોય તેને સમયસર દવાખાને કે નાની મોટી નજીકની હોસ્પિટલમાં તે પહોંચાડે છે જેથી તેઓનો જલદી ઇલાજ થાય ને જો કોઇ વયકતિ વધુ ઘાયલ હોય તો તે વ્યકતી મરતાં મરતાં બચી જઇ શકેછે..
આવુ આપણે સૈ જાણીએ છીએ છતાય અમુક વાતો અમુક સમયે આપણે જાણી જોઇને નજર અંદાજ કરતા હોઇએ છીએ..
વારંવાર હોર્ન મારતી ને ટ્રાફીકમાં ગમે તેમ આગળ વધતી આવી એમબ્યુલન્સ ક્યારેક આપણી પાછળ જ આવતી હોયછે છતાંય આપણે તેને સાઇડ આપતા નથી ને તેને સાઇડ ના મળવાને કારણે અંદર સુતેલ પેશન્ટ જલદી હોસ્પીટલમાં પહોચી શકતો નથી માટે કયારેક તે રસ્તામાં જ પોતાનો જીવ ખોઇ બેસે છે...કયારેક તેનો જીવ પાંચ પંદર મિનિટ પછી ચાલ્યો જવાનો હોયછે..જો તે સમયસર હોસ્પીટલમાં પહોંચે તો અમુક વાર તેનો જીવ બચી પણ શકેછે...પણ આપણા દેશમાં તેને નડતી મોટામાં મોટી રોડ સમસ્યા ટ્રાફીકની છે..માટે તેનો ડ્રાઇવર ક્યારેક લાચાર પણ બની જતો હોયછે ને તે કયારેક મનોમન એવુ પણ વિચારતો હોયછે કે આ પેશન્ટ મારાથી જ મરી ગયો ! જો મે તેને સમય સર દવાખાને પહોંચતો કર્યો હોત તો તે ખરેખર બચી ગયો હોત..પણ બિચારા આ ડ્રાઇવરનો કોઇ જ વાંક હોતો નથી જે કંઇ તકલીફ રસ્તામાં પડેછે તે ટ્રાફીકની હોયછે ને ટ્રાફિક એટલે આપણે..ને આપણા વ્હીકલો જે તેને આગળ જલદી જતા રોકે છે.
વિદેશોમાં આમ જરાય નથી ચાલતું..જો ત્યા આવી એમબ્યુલન્સને કોઇ અડચણ રુપ બને તો તેને મોટો મેમો તેના ઘેર પહોચી જાયછે ને કોર્ટમાં તેનો કેસ ચાલીને બીજી સજા મળે તેની અલગ...
પણ આતો ઇન્ડીયા છે ભાઇ જયાં બધું આમ ચાલ્યા કરેછે..કોણે કંઇ પડી હોયછે! બધાને ઓફિસે જવાની ઉતાવળ હોયછે..અથવા તો બધાને ઘેર જવાની ઉતાવળ હોયછે..
આવા તો રોજેરોજ કેટલાય એકસીડન્ટ થતા હોયછે ને કેટલાય ઘાયલ પણ થતા હોયછે ને વળી કેટલાય રોજબરોજ મરતા પણ હોયછે...
જો આવી કોઇ સોચ આપણી હોય તો આપણે જલદી બદલવી જોઇએ..
માણસની જીંદગી બચાવવી તે જ આપણો પહેલો મોટો ધર્મ છે..જો આપણે જીવતા માણસની કંઇપણ મદદ કરતા હોઇએ છીએ તો શું મરતા માણસને આપણે ના બચાવી શકીએ!

108 એમ્બ્યુલન્સ ગાડીથી આપણે સૈ પરિચીત છીએ..ગમે ત્યારે જયાં ને ત્યા નાનો મોટો રોડ એકસીડન્ટ થાય એટલે એક ફોન કરવાથી પાંચ થી દશ મિનિટમાં આ ગાડી એકસીડન્ટ વાળી જગ્યાએ આવીને ઉભી થઇ જાયછે..ઘાયલ વ્યકતી હોય કે મરણ પામેલ વ્યકતિ હોય તેને સમયસર દવાખાને કે નાની મોટી નજીકની હોસ્પિટલમાં તે પહોંચાડે છે જેથી તેઓનો જલદી ઇલાજ થાય ને જો કોઇ વયકતિ વધુ ઘાયલ હોય તો તે વ્યકતી મરતાં મરતાં બચી જઇ શકેછે.. આવુ આપણે સૈ જાણીએ છીએ છતાય અમુક વાતો અમુક સમયે આપણે જાણી જોઇને નજર અંદાજ કરતા હોઇએ છીએ.. વારંવાર હોર્ન મારતી ને ટ્રાફીકમાં ગમે તેમ આગળ વધતી આવી એમબ્યુલન્સ ક્યારેક આપણી પાછળ જ આવતી હોયછે છતાંય આપણે તેને સાઇડ આપતા નથી ને તેને સાઇડ ના મળવાને કારણે અંદર સુતેલ પેશન્ટ જલદી હોસ્પીટલમાં પહોચી શકતો નથી માટે કયારેક તે રસ્તામાં જ પોતાનો જીવ ખોઇ બેસે છે...કયારેક તેનો જીવ પાંચ પંદર મિનિટ પછી ચાલ્યો જવાનો હોયછે..જો તે સમયસર હોસ્પીટલમાં પહોંચે તો અમુક વાર તેનો જીવ બચી પણ શકેછે...પણ આપણા દેશમાં તેને નડતી મોટામાં મોટી રોડ સમસ્યા ટ્રાફીકની છે..માટે તેનો ડ્રાઇવર ક્યારેક લાચાર પણ બની જતો હોયછે ને તે કયારેક મનોમન એવુ પણ વિચારતો હોયછે કે આ પેશન્ટ મારાથી જ મરી ગયો ! જો મે તેને સમય સર દવાખાને પહોંચતો કર્યો હોત તો તે ખરેખર બચી ગયો હોત..પણ બિચારા આ ડ્રાઇવરનો કોઇ જ વાંક હોતો નથી જે કંઇ તકલીફ રસ્તામાં પડેછે તે ટ્રાફીકની હોયછે ને ટ્રાફિક એટલે આપણે..ને આપણા વ્હીકલો જે તેને આગળ જલદી જતા રોકે છે. વિદેશોમાં આમ જરાય નથી ચાલતું..જો ત્યા આવી એમબ્યુલન્સને કોઇ અડચણ રુપ બને તો તેને મોટો મેમો તેના ઘેર પહોચી જાયછે ને કોર્ટમાં તેનો કેસ ચાલીને બીજી સજા મળે તેની અલગ... પણ આતો ઇન્ડીયા છે ભાઇ જયાં બધું આમ ચાલ્યા કરેછે..કોણે કંઇ પડી હોયછે! બધાને ઓફિસે જવાની ઉતાવળ હોયછે..અથવા તો બધાને ઘેર જવાની ઉતાવળ હોયછે.. આવા તો રોજેરોજ કેટલાય એકસીડન્ટ થતા હોયછે ને કેટલાય ઘાયલ પણ થતા હોયછે ને વળી કેટલાય રોજબરોજ મરતા પણ હોયછે... જો આવી કોઇ સોચ આપણી હોય તો આપણે જલદી બદલવી જોઇએ.. માણસની જીંદગી બચાવવી તે જ આપણો પહેલો મોટો ધર્મ છે..જો આપણે જીવતા માણસની કંઇપણ મદદ કરતા હોઇએ છીએ તો શું મરતા માણસને આપણે ના બચાવી શકીએ!

Views