યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।। યા દેવી સર્વભૂતેષુ, સહનશક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।। હા, હું શક્તિ છું. અસમર્થ નહીં, આત્મવિશ્વાસી છું. મને ગર્વ છે કે હું સ્ત્રી છું. કદી ઝુકીશ નહીં, કદી હારીશ નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં, પાછળ હું હટીશ નહીં! બધાં જ રુપં મારામાં અને હું જ બધાંમાં.. મારાંમાં જ દૈવિત્વ સ્વરુપ હા, હું એજ શક્તિ સ્વરૂપ સ્ત્રી છું! સુંદરતા,સમજ અને સંસ્કારનો સમન્વય મારામાં, એથી જ તો હું જ મારી પહેલી પસંદ છું. હા, હું એક સ્ત્રી છું . ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેવી સ્થિતિનો સામનો જે હસતાં ચહેરે કરી શકે, હા, હું એ જ સ્ત્રી છું! ઋષી પરંપરાને વળગી આધુનિક જીવન જીવતી મારાં જ સ્વભાવમાં હું રહેતી. હા, હું એ જ ઘરેલું, આધુનિક ભારતીય સ્ત્રી છું! જો હું સીતા બનીને ધરતીમાં સમાય શકું, તો... સમય આવ્યે ખપ્પર ઉપાડતાં ખંચકાઈશ નહીં હા, હું એ જ મહાકાળી રુપ સ્ત્રી છું! આપું હું વચન પોતાની જાતને કદી હું તૂટીશ નહીં, કદી હું ઝૂકીશ નહીં! સર્જનહારી હું છું, તો... સમય આવ્યે નરસંહાર કરતાં પણ શરમાઈશ નહીં! હા, હું એજ જગદંબા છું! હા, હું શક્તિ છું. અસમર્થ નહીં, આત્મવિશ્વાસી છું. મને ગર્વ છે કે હું સ્ત્રી છું! - કિંજલ પંડ્યા ©Kinjal Pandya #Women #womensday2023