શબ્દ ને કલમ ઓળખાણ છે અમારી ઝખ્મ ને મલમ ઓળખાણ છે અમારી ઝાઝી માથાફોડથી તો દુર જ અમે મૃદુ ને નરમ ઓળખાણ છે અમારી ઘર બાળીને રોશની આપી છે એમને દર્દ ને રકમ ઓળખાણ છે અમારી ઉજળા છીએ બે નામ છે સાથે એટલે વતન ને સનમ ઓળખાણ છે અમારી બીજી કોઈ ઓળખાણની જરૂર નથી કાગળ ને કલમ ઓળખાણ છે અમારી જયકિશન દાણી ૧૩-૦૨-૨૦૨૫ ©Jaykishan Dani #PenPaper જૂની કવિતા